પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૯
અમદાવાદમાં સાહિત્યને અઙ્‌ગે ચળવિકળ.

આ પ્રાન્તના દેશીઓને જાતે કામ કરવામાં પ્રવર્ત્ત કરવા, તેઓ કીયાં કામ બહુ સારી રીતે કરી શકશે તે બતાવવું અને તેમને કામ કરવાનાં સાધનો પૂરાં પાડવાં એ આપણે કરવાનું છે. આ સમયે તો ભાષાન્તર કરાવવા એજ આપણો ઉદ્દેશ ન હોવો જોઈએ, એટલું જ નહિ પણ ભાષાન્તર કરાવવાં તે આપણો મુખ્ય ઉદ્દેશ પણ ન હોવો જોઈએ. જૂનાં અને લોકોના સ્મરણમાંથી જતાં રહેલાં પુસ્તકો જેને માટે આપણે પ્રથમ કહી ગયા તેને ન લેખીએ તો હાલની ગુજરાતી એ શિષ્ટ ભાષા નથી એમ કહીએ તો તે ખોટું ન કહેવાય. ગુજરાતીમાં સઘળી તરેહના વિચાર દર્શાવવામાં સાધન ન સતાં તે માત્ર બજારૂ ભાષા છે. માટે હાલમાં તો જે જે લખાય તે થોડા કાળ ટકે એવું જ બનશે, એમ હોવાથી મોટાં અને કિંમતી ભાષાન્તરોમાં ખરચેલા પૈસા આપણે એવા કામમાં ખરચ્યા લેખાશે કે જે અગાડી જતાં આપણને ફરી અને વધારે સારું કરાવવું પડશે. તેમજ આવાં ભાષાન્તરોથી આપણને હાલ તાત્કાલિક લાભ પણ બહુ મળે એમ મારું ધારવું નથી. હું ધારું છઉં કે સાંપ્રત કાળમાં આપણાં ભાષાન્તરો વાંચનાર પણ મળવા દુર્લભ છે. મારા કહેવાનો અર્થ એવો કરવાનો નથી કે આપણે ભાષાન્તરોની કદર પીછાણતા નથી. યોગ્ય કાળે એવાં પુસ્તકો હયાતીમાં આવે એવી આપણને કાળજી છે. જો કોઈ ખેડુત અગર ખાણ ખોદનાર વાવતાં પહેલાં અગર ખોદતાં પહેલાં તે કામમાં પોતાના પૈસા રોકવા અને મહેનત કરવી તે લાભકારક છે કે નહિ તેનો નિર્ણય કરવા સારૂ ખંત અને સાવધાનીથી ખેતર અગર ખાણની બરાબર તપાસ કરે અને તે જગાની બધી હકીકતથી માહિત થવાનો પ્રયત્ન કરે તેને એમ કહીએ કે તે ધાન વાવવાની અગર કિંમતી ધાતુઓની કદર જાણતો નથી તો તે વાજબી નથી. તેજ પ્રમાણે જ્યાં સુધી આપણી ખાત્રી થાય કે આવાં ભાષાન્તર સારૂ આપણી ભાષા યોગ્ય થઈ છે, ભાષાન્તર કરનારા યોગ્ય માણસો આપણામાં છે અને છેલ્લે વાંચનારી આલમ પણ તૈયાર છે ત્યાં સુધી આવાં મોટાં અને કિંમતી ભાષાન્તરોની વાત પડતી મુકીને નાનાં લખાણો કરાવવા ઉપરજ લક્ષ રાખવું ઘટે છે. હું માનું છું કે હાલ તો