પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

લખ્યું છે. ને એમનાં કાવ્યોમાં સુંદર અને માત્ર 'ફાર્બસ વિરહ' અને 'વેનચરિત્ર' થીજ ઉતરતું છે. ખસુસ કરીને જૂની ઢપનું કાવ્યચાતુર્ય અને ચમત્કૃતિ આ કાવ્યમાં આપણું ધ્યાન ખેંચે છે. એમાં છંદે છંદે, લીંટીએ લીંટીએ, અરે શબ્દે શબ્દે ફોર્બ્સનું ઉદાર ચરિત્ર આપણી નજરે પડે છે. ક. દલપતરામ કહે છે કે:—

"મળ્યાં હશે બીજાંઓને મોટાં મોટાં માનપત્ર
ચીંથરાં થઇ જશે તે ચુંથાઈ ચુંથાઇને;
બનાવી બનાવીને બેસાર્યાં હશે બાવલાં તે
પાવલાંની કિંમતે કદી જશે વેચાઇને;
મસીદો મિનારા કે કરાવેલા કિરતીસ્થંભ
ઘણે દા’ડે તે તો જશે સમૂળા ઘસાઇને;
કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ
ફારબસ તણા ગુણ રહેશે ફેલાઇને. ૩૪"
ક૦ દ૦ ડા૦

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સિવાય અમદાવાદમાં નિશાળ, કન્યાશાળા, સાપ્તાહિક પત્ર અને છેવટે છાપખાનું ધરાધરી સ્વ. ફાર્બ્સે કાઢ્યું હતું

સુરતમાં તેમની બદલી થવાથી ત્યાં પણ એ પરોપકારી ગૃહસ્થે 'સુરત અઠાવીસી સોસાઈટી' ઉભી કરી પોતે તેના મંત્રી થયા હતાં. આ સભાને અંગે વિચાર અને સ્વતંત્રતાનું વાહન એક 'સુરત સમાચાર' નામનું વર્ત્તમાન પત્ર કાઢ્યું હતું. હિતેચ્છુ માબાપો જેમ પોતાનાં છોકરાંને ઢીંગલાં પુતળાં આપી રમત સાથે સંસારની રીતભાતમાં પલોટાવા શિખવે છે તેમ ફોર્બ્સે અમદાવાદ અને સુરતમાં કર્યું.

ફોર્બ્સ કોઇ પુસ્તકનું નામ સાંભળે અને તે ઉપયોગી છે એવું તેમને લાગે, એટલે તેના સંગ્રહ સારૂ અનેક યુક્તિઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા, અને પોતે જાતે સામાને ઘેર જઇને યાચના કરતા; પણ ધારેલું પુસ્તક મેળવતા. પૃથ્વિરાજ રાસાનું પુસ્તક મેળવ્યું ત્યારે તેના ટપાલ ખર્ચના રૂ. ૧૫૦ થયા હતા. એમણે પાટણ, ખંભાત, વડોદરા વગેરે જગાના