પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.

વખતના જાણીતા કવિયોનાં નામ દાખલ કરીને તેમને પ્રજાની યાદમાં નોંધી રાખ્યા છે. ફોર્બ્સ સાહેબના મરણથી તેમને કારી ઘા લાગ્યો હતો અને એ પ્રમાણે ઘાયલ થયેલા હૃદયમાંથી ઉભરાયલી તેમની પ્રાસાદિક કવિતા ‘ફાર્બસવિરહ’ છે. ગુજરાતી પ્રજા એ નાનકડા–રસભર્યા–કાવ્યની ખુબી જાણે છેજ. કવીશ્વરે પોતાની વયના પાછલા ભાગમાં પોતાનાં બધાં કાવ્ય એકઠાં કરીને ‘દલપત કાવ્ય’ છપાવ્યું હતું. તે વખત તેમણે ઘણું નવું લખ્યું હતું. કવિ નર્મદ અને એમની વચે સ્પર્ધા ચાલતી એ તો સહુને જાણીતી વાત છે. સામા પક્ષના લોકો ઉપહાસમાં દલપતરામને ‘ ગરબીભટ ’ કહેતા. પરંતુ 'દલપતકાવ્ય' જોતાં એમની સઘળી કવિતામાં ગરબીયોની સંખ્યાનું પ્રમાણ છંદ અને વૃત્તના કરતાં ઓછું છે, એટલું જ નહિ પણ નર્મદની કવિતામાં ગરબીનું પ્રમાણ છે તેનાથી એ ઓછું છે. સામળભટે એક જગાએ પોતાને માટે લખ્યું છે કે, તેમણે ભાષાને ‘પવનને વશ તરણ જ્યમ ત્યમ સામળ કવિયે કરી.’ આ ઉક્તિ સામળ કરતાં પણ દલપતરામને વધારે ઘટે છે એમ અમારૂં ધારવું છે. પોતાની ઉન્નતિ સારૂ જીવન ગાળનાર છે ગણીને ગુજરાતી ભાષા અમને તદ્દન વશવર્તિની જ બની રહી હતી.

આ પ્રમાણે જૂના કુચાલ કાપવામાં, નિંદ્ય રૂઢિયોને નિંદવામાં અને જનમંડળની નીતિ વગેરે સુધારવામાં પોતાની કલમ કસીને એ વૃદ્ધ કવિએ ગુજરાતી સાહિત્યમાં ઘણો વધારો કર્યો છે. એમની કવિતા અને લખાણ કેટલાં બધાં લોકપ્રિય હતાં તે માત્ર એટલાજ ઉપરથી સમજાશે કે એમનાં પુસ્તકોની હજારો નક્કલો વેચાઇ જતી. તેમને માટે તે વખતના ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરી મી. ટી. બી. કર્ટિસ પોતાના સને ૧૮૫૪−૫૫ ના વાર્ષિક રિપોર્ટમાં કહે છે કે, ‘હાલના એસિસ્ટંટ સેક્રેટરી દલપતરામ ડાહ્યાભાઇ ગયા જૂન માસમાં નીમાયા હતા. એમના લખેલા ‘ભૂત નિબંધ’, ‘જ્ઞાતિ વિશે નિબંધ’ અને બીજાં પુસ્તકો ઘણાં જાણીતાં છે. છેલ્લાં પાંચ વર્ષની અંદર તેની ૧૦૦૦૦ દશ હજાર નક્કલો વેચાઇ ગઈ છે. બુદ્ધિપ્રકાશના અધિપતિ તરીકે અને સોસાઈટીના દરેક બાબતના કામદાર મંડળના ઉપરી તરીકે તેમણે ઘણી કિંમતી નોકરી બજાવી છે. પોતે