પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

જે કામમાં જોડાયા છે તે ઉપર તેમને તનમનથી પ્રીતિ છે અને મને સંપૂર્ણ ખાત્રી છે કે સોસાઇટીના સ્થાપકોની ધારણા અત્યારસુધી અમલમાં આવી છે તેના કરતાં દલપતરામને લીધે હવે તે વધારે અમલમાં આવશે. હાલની જગાએ આવવામાં એઓએ પોતાની લાભદાયક અને આબરૂ ભરેલી સરકારી નોકરી તજી દીધી છે. જે જે અધિકારીઓના હાથતળે એમણે નોકરી કરી છે તેમનાં સર્ટિફિકેટો એમની ઘણી સ્તુતિ કરે છે. મારી ખાત્રી છે કે આ સ્તુતિ સર્વાંશે યથાર્થ જ છે. ’

તે વખત દફતરદારની નોકરી–આ વખતના કરતાં—ઘણી માનપ્રદ લેખાતી. પોતે એજંસીમાં રહ્યા હોત તો સહજ દફતરદાર થાત. પરંતુ આવો યશસ્વી અને લાભદાયક સરકારી નોકરીને ધંધો મૂકીને, પોતાના ઇષ્ટમીત્ર ફોર્બ્સ સાહેબના આગ્રહથી એમણે સ્વદેશ, સ્વદેશીઓ અને સ્વભાષાની સેવામાં સ્વાર્પણ કર્યું હતું. જો કે સોસાઇટી સને ૧૮૪૮ માં સ્થપાઈ પણ છેક ૧૮૫૪–૫૫ સુધીમાં તેનું જીવન ચિરકાળનું થશે એવી આશા નહોતી. ફોર્બ્સ જેવા તો નહિ પણ ઘણા ખંતી સેક્રેટરી મી. કર્ટિસે સોસાઈટીને દૃઢ કરવા સારૂ દલપતરામની જરૂર જોઈ; અને ગમે તેમ પણ તેઓ સોસાઈટીની નોકરીમાં જોડાઈ તે કામ માથે લે એવી તદબીર કરી. સ્થાયી માનપ્રદ અને લાભ ભરેલી સરકારી નોકરી તજીને અસ્થિર સોસાઈટીની નોકરી ગ્રહણ કરવામાં દલપતરામ જેવા ઠરેલ માણસ ખંચાઇ જરા વિચાર કરે એ સ્વાભાવિક છે. છેવટે ફાર્બ્સ સાહેબના આગ્રહ આગળ બીજા બધા સંકલ્પ વિકલ્પ ગૌણ થયા અને કવીશ્વર સોસાઈટીની નોકરીમાં જોડાયા.

અમને સાંભરે છે કે અમે એક વખત કવીશ્વરને પુછ્યું હતું કે સાહેબ આપ કોઈ દેશી રજવાડાના દરબારમાં કેમ નથી જતા ? તેના જવાબમાં એમણે એક રમુજ ભરેલી વાત કહી હતી. એક કવિ પૈસે ટકે સુખી અને માન આબરૂવાળો હતો. ઘેર હાથીની સાહેબી હતી. એના મનમાં રાજદરબારમાં જવાની ઈચ્છા થઈ. પોતે દરબારમાં ગયો અને પોતાની કવિત્વશક્તિથી રાજાને ઘણો ખુશ કર્યો. કવિને શું ઇનામ આપવું એનો રાજાજીના મનમાં મોટે વિચાર થઇ પડ્યો. કવિ આબરૂદાર, મરતબાવાળો, અને પૈસેટકે