પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.

ભરપૂર હતો. હાથીએ બેશીને તો ગયો હતો. છેવટે વિચાર કરતાં રાજાજીને સુજી આવ્યું કે કવિને બધુંએ છે પણ કાંઈ સોનાનું નાક છે ? માટે એમનું નાક સોનાનું ઘડાવી આપીએ ધારી નમુનાને માટે ચામડાનું ક્ષુદ્ર નાક કાપી લેવાનો હૂકમ કર્યો ! માટે હું રાજદરબારીમાં રહેવાનો ને યાચવાનો લોભ રાખતો નથી. આમ છતાં પણ સોસાઇટીને સારૂ હું રાજદરબાર અને ગૃહસ્થોને ત્યાં ભિખ્યો છું. એમનું કહેવું ખરું છે. સોસાઇટીમાં જોડાયા પછી વડોદરાના ખંડેરાવ ગાયકવાડ, ભાવનગરના વિજયસિંહજી, અમદાવાદના નગરશેઠ, શેઠ પ્રેમચંદ રાયચંદ અને બીજા પારસી શેઠીઆઓને રીજવી રીજવીને સોસાઇટી સારૂ ભંડોળ ઉપ્તન્ન કરી આપ્યું હતું. આખી જીંદગી સાહિત્યસેવા કરીને મોટી વયે વાનપ્રસ્થ થયા ત્યારે તે વખતની કમિટિએ એમને જીંદગી પર્યત રૂ. ૨૦ ) નું અને એમની બન્ને સ્ત્રીઓને રૂપીઆ ચચ્ચારનું માસિક પેન્શન બાંધી આપ્યું હતું ! ! કેટલાક કાળ ઉપર સ્વ. દલપતરામજીની છબી મુકવાની અમારી દરખાસ્ત વખતે જનરલ મિટિંગમાં એક કદરદાન સભાસદે, દલપતરામે તો પગાર લઇને કામ કર્યું છે, એવો અભિપ્રાય આપ્યો હતો ! ! કદરદાની તે આનું નામ !

આ પ્રમાણે આબરૂ, માન, મરતબો અને પૈસાનો ભોગ આપીને સાહિત્યને પોતાની જીંદગી અર્પણ કરનાર મહાન્ નરની કદર નામદાર ઇંગ્રેજ સરકારે ‘સી. આઈ. ઈ’ નો માનવંતો કિતાબ આપીને કરી હતી, જો કે સ્વાર્પણ કરતી વખતે એ ઈલ્કાબ મને મળે અગર મળશે એવું એમને સ્વપ્નુંએ નહોતું.

સ્વ. ભોગીલાલ પ્રાણવલ્લભ, જેઓ ભોગીલાલ માસ્તરના નામથી મશહૂર છે એઓ પણ આ પ્રયાસમાં ભાગ લેનારા એક મહાન્ નર હતા, મરણ પર્યન્ત કેળવણી ખાતામાં રહી અમદાવાદ, કાઠીઆવાડ અને વડોદરામાં કેળવણી અને તે અંગે સાહિત્ય વધારવા એમણે પુષ્કળ કર્યું છે.

સ્વ. મગનલાલ વખતચંદ પણ શરૂવાતના સમયમાં સાહિત્યને માટે કામ કરનારામાંના એક હતા. તેમણે ‘અમદાવાદનો ઇતિહાસ,’ ‘ગુજરાતનો ઇતિહાસ,’ ‘હોળી વિશે નિબંધ,’ ‘શીળી વિશે નિબંધ,’ ‘કપાસના