પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
મુંબાઇ–સુરત–કાઠીઆવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.

કેળવણીનો પ્રારંભ કરનારા આ ગૃહસ્થ હતા. તેમજ તેઓ મુંબાઈમાં ગુજરાતી નિશાળોને માટે ઉઘાડેલા નારમલ ક્લાસમાં શીખવવાનું કામ પણ કરતા. જ્યારે જ્યારે કામ પડે ત્યારે એમને મુંબઈ આવીને પાછું શિક્ષક તૈયાર કરવાનું કામ કરવું પડતું; અને પાછું ગુજરાતમાં આવી ત્યાંની નિશાળોના ઉપરી અને પરીક્ષકનું કામ કરવું પડતું. એમના ખાતાનું સ્થાયી સ્થળ ભરૂચ અગર સુરત રહેતું. પોતે યૂરોપીયન અમલદારની જોડે નિશાળો તપાસવા ફરતા. આ મહાન્‌ પુરૂષનું જીવન ઘણું બોધદાયક છે. નિશાળો ન હોવા છતાં પોતાની જ મહેનત અને ઉદ્યોગથી છૂટા છૂટા માણસો પાસે અભ્યાસ કરીને વિદ્યા સંપાદન કરીને પોતે કેવી પદ્વીએ ચઢ્યા હતા તે જોઇને સાનંદાશ્ચર્ય ઉત્પન્ન થાય છે. સરકારી કામ કરતાં એમણે 'સારસંગ્રહ,’ ‘બ્રિટિશ હિંદુસ્થાનનો ઇતિહાસ, ઈસપ નીતિની વાતો,' 'નીતિબોધકથા’ નામનાં પુસ્તકો એ આરંભકાળમાં લખ્યાં હતાં. વાનપ્રસ્થ થયા પછી એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી સારૂ ‘મિસર લોકનો ઇતિહાસ,’ ‘મિડિઝ અને ઇરાની લોકોનો ઇતિહાસ,’ એ પુસ્તકો લખ્યાં હતાં. સુરત જીલ્લાના દરેક ગામે ગામ પ્રસિદ્ધ થએલા રા. બા. મોહનલાલ જેમણે કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરની નોકરી ઘણા લાંબા કાળ સુધી માનભરેલી રીતે કરી હતી, તેઓ આ રણછોડદાસના પુત્ર. રા. સા. મોહનલાલજીના શીઘરામના બળદ પણ કેળવણી ખાતાના ભોમિયા થઈ ગયા હતા એમ કહેવાતું. સુરત જીલ્લાના દરેક ગામનાં છોકરાં ધરાધરી દિપોટી સાહેબની ગાડી અને બળદને ઓળખતા, અને બળદો પણ ગામે ગામની નિશાળના એવા ભોમિયા થઈ ગયા હતા કે ગામમાં પેઠા કે નિશાળેજ જઈને ઉભા રહે. એમણે પણ 'ઈંગ્લંડનો ઇતિહાસ’ ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યો છે.

આજ જાણીતા કુટુંબનો એક સુપુત્ર હાલ મુંબાઇમાં દયારામ અને હાફીઝની બાનીનાં સરખાપણાં ઘટાવી રહેલ છે અને ગુજરાતી સાહિત્યની યથાશક્તિ સેવા કરે છે. પછીના વખતમાં પ્રાણલાલ મથુરાંદાસ–જેમણે આણંદરાવ ચાંપાજીની જોડે મળીને 'કોલંબસનો વૃત્તાંત' નામનું