પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

ઉતારી લઈએ છઈએ. "આ ગુજરાતી*[૧]લીપમાં () આ અક્ષર નથી માટે ઘણીજ અડચણ પડવા લાગી વાસ્તે બાળબોધમાંથી અક્ષર લીધું છે. અને ઉત્તરાર્ધમાં રેફ પણ લીધેલો છે." અમે તો ગામઠી નિશાળે 'યેયો રરો ને લલો' એમ ભણેલા છઈએ, પણ આ વાત અમારા જન્મ પહેલાં ઘણાં વર્ષની છે. જો સ્વ. શાસ્ત્રીજી લખે છે તેમજ હોય તો ગુજરાતી લિપિમાં 'ય' ઉમેરવાનું માન એમને ઘટે છે ! એમના વ્યાકરણમાંથી નમુના દાખલ અમે અગાડી આપી ગએલા હોવાથી એના ગુણદોષનું વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. આ વ્યાકરણ સન ૧૮૫૭ માં 'આ પ્રાંતના ભણનારાઓને વાસ્તે, બાજીભાઇ અમીચંદના છાપખાનામાં' છપાયું હતું.

મી. પણ હાલ, સર થીઓડોર હોપે એક નાનું વ્યાકરણ લખ્યું હતું જે ઘણા કાળ પર્યન્ત નિશાળોમાં શિખવાયું છે. આ વ્યાકરણ ઇંગ્રેજી વ્યાકરણને ધોરણે લખાયલું છે.

રા. બા. હરગોવંદદાસ અને રા. બા. લાલશંકરે આ વિષય વધારે સુગમ થવા સારૂ એક મોટું વ્યાકરણ લખ્યું હતું. સુરતની મિશન સ્કૂલવાળા મી. મંચેરશા, મી. ખાનસાહેબ તેમજ બીજા કેટલાક ગૃહસ્થોએ વ્યાકરણો લખ્યાં છે. કેટલાકની નેમ વિષયને સરળ કરવાની અને કેટલાકની નેમ ઇંગ્રેજી વ્યાકરણ જાણનાર અભ્યાસીને સરળતા કરી આપવાની હતી. એ બધાંમાં કાંઈ વિશેષ નવીનતા જણાતી નથી.

ગુજરાતી ભાષાનાં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં વ્યાકરણોમાં શ્રેષ્ઠ પદ્વિ ધરાવતું વ્યાકરણ સ્વ. રેવરંડ જે. પી. એસ. ટેલર સાહેબે લખ્યું છે. અમે એના બે વિભાગ પાડીએ છઈએ. ભાષાવિકાર—શબ્દો સંસ્કૃતમાંથી શી રીતે આવ્યા, પ્રત્યયો વગેરે કેવી રીતે થયા વગેરે વિવેચનવાળો એક આ ભાગ સર્વાંશે ખરો નથી. બીજો વિભાગ સારો લખાયલો છે. ગમે તેમ હોય પણ વિદેશી છતાં દેશી થયેલા એ સદ્‌ગૃહસ્થે આપણા સાહિત્યમાં


  1. * લીપી હશે પણ વખતે છાપનારની ચૂકથી લીપ છાપ્યું હશે.