પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
સાહિત્ય.

ભૂલવામાં નહોતી આવી ! ઘણી ગામઠી નિશાળોમાં આ ચાપડી વંચાતી અને ઘણા લોકોની કેળવળી તો એ પુસ્તકથીજ પૂરી થતી.

———♦———


પ્રકરણ 3.

સાહિત્ય.

(૧) લેખ સંગ્રહ—

કવિ નર્મદે પોતાના છૂટક છૂટક લખેલા નિબંધો વગેરેનું પુસ્તક 'નર્મગદ્ય' નામે પ્રસિદ્ધ કર્યું હતું. સન ૧૮૬૫ માં નિકળેલી આ આવૃત્તિમાં ફેરફાર કરીને નિશાળોમાં ચલાવવાના ઠરાવની રૂએ 'નર્મગદ્ય'ની બીજી આવૃત્તિ થઈ હતી. ભાષામાં આ પ્રમાણે 'નર્મગદ્ય' નાં બે પુસ્તકો છે. નિશાળના ઉપયોગ સારૂ છપાયલામાં કેટલાક ગ્રંથો નવા જ છે. અને કેટલાક જૂનામાંના છે. નવામાં કેળવણીખાતા તરફથી ફેરફાર થએલો છે. આ ફેરફાર નિશાળોના સંબંધમાં યોગ્યાયોગ્યતાના વિચારે થયેલો છે. ખૂદ કવિની વગર ફેરફારની ભાષા—શૈલી તે જૂનામાં જ છે. સ્વર્ગવાસી નવલરામના શાળાપત્રમાં છૂટા છૂટા છપાયલા લેખનો સંગ્રહ ‘નવલગ્રંથાવળિ’ નામથી થએલો છે. આ પુસ્તકોના સંબંધમાં જૂદું બોલવાની અગત્ય નથી કેમકે એ લખનારાઓના ગદ્ય વગેરે સંબંધી વાત કરતાં આ લેખો સંબંધી બોલવાનું જ છે.

(૨) નાટક—

મહાકવિ પ્રેમાનંદનાં રચેલાં ‘રોષદર્શિકા સત્યભામાખ્યાન,' 'પાંચાલી પ્રસન્નાખ્યાન' અને ‘તપત્યાખ્યાન’ એ ત્રણ નાટકો આ સમયમાં પ્રસિદ્ધ થયાં છે. "રોષદર્શિકા સત્યભામાખ્યાન" નું વસ્તુ ‘ઐતિહાસિક છે તથાપિ તેમાં કેટલુંક કવિકલ્પિત પણ છે’—કેટલીક ક્ષુદ્ર બાબતો ધ્યાનમાં ન લેતાં "આ નાટક કવિની અદ્‌ભૂત કવિત્વશક્તિ, તેનું સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન, તેની ગૂજરાતી ભાષાને ખીલવવાની ઉત્કંઠા, તેનું નાટ્યશાસ્ત્રને અનુસરતાં ગાયનોનું જ્ઞાન, તેની સંસાર વ્યવહારની ઉંડી