પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

સાહિત્ય અંગ્રેજી કેળવણી ફેલાયા પછી અસ્તિત્વમાં આવ્યું છે.

ગુજરાતીમાં પહેલ વહેલું નાટક ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીની ફરમાશ ઉપરથી અને સ્વ. ફોર્બ્સ સાહેબની સહાયતાથી સ્વ. કવીશ્વર દલપતરામે સન ૧૮૫૧ માં લખ્યું હતું. આ નાટકનું નામ 'લક્ષ્મી નાટક' છે. અને સોસાઇટીએ એ છપાવ્યું હતું. ગ્રીક નાટકકાર એરિસ્ટોફેનિસના પ્લુટ્સ નામના રૂપકના અંગ્રેજી ભાષાન્તર ઉપરથી એ રચાયેલું છે. ગ્રીક પુરાણોમાં તેમના ધનપતિનું નામ પ્લૌટસ છે. પ્લૌટસ દેવ આંધળો હતો, તે ઉપરથી આ રૂપકમાં લક્ષ્મીને પણ આંધળી કલ્પી છે. આપણાં પુરાણોમાં લક્ષ્મી આંધળી કલ્પી નથી, પણ તેને ચપળ ગણી છે, અને તેથી તે સ્થિર રહેતી નથી, એવી કલ્પના કરી છે. લક્ષ્મીને આંધળી કલ્પવાથી આ નાટકમાં પ્રસિદ્ધિ વિરોધ આવીને ખામી ભરેલું જણાય છે. આખું રૂપક નીતિબોધક અને તત્ત્વની મૂર્તિયોરૂપ પાત્રોથી ભરેલું છે. લક્ષ્મી આંધળી હોઈ ને દેખતી નથી માટે ગમે તેના ઘરમાં જાય છે. આમ થવાથી નઠારા માણસો ધનવાન બને છે. છેવટે ધન્વંતરી વૈદ્ય લક્ષ્મીની આંખની દવા કરીને તેને દેખતી કરે છે. આમ થતાં જ તે નઠારા માણસોની પાસેથી ખસીને સારા માણસોના ઘરમાં વાસ કરે છે. ન્યાયથી ધન મળે છે પણ અન્યાયથી તેનો નાશ થાય છે. સજ્જન સુખ અને દુર્જન દુઃખ પામે છે એ આ રૂપકનો સાર છે. બધું નાટક ગદ્યમય છે. છેક છેવટે રંગલો–ભિમડો એક ગીત ગાય છે તેટલું જ માત્ર પદ્ય છે. લોકોમાં ચાલતું ગીત જ નામ ફેરવીને મુકી દીધેલું છે. રા. રણછોડભાઈ ઉદયરામ પોતાના નાટ્યપ્રકાશમાં આ નાટક સંબંધે કેટલીક ટીકા કરે છે કે તેમાં સ્થળ અને કાળનો વિચાર રાખ્યો નથી. પણ આ ટીકા મૂળ ગ્રંથને માટે છે. જો કે આ પ્રથમ નાટક ગુજરાતી સાહિત્યમાં સ્થાયી પદ્વી પામ્યું નથી અને હાલ ભૂલી જવાયું છે તોપણ લખાયું તેવામાં બહુ વંચાતું. એની ચાર આવૃત્તિ થઈ અને લગભગ ચાર હજાર નકલો ખપી ગઈ હતી.

આ સાઠીમાં કેટલાક વિદ્વાનોએ ગુજરાતી પ્રજાને મહાન કવિ કાલીદાસની અપૂર્વ બાનીનું રસાસ્વાદન કરાવ્યું છે. શ્રીમન્મહાકવિ કાલીદાસના