પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સાઠીનૂં વાઙ્ગમય.

શકુંo ( જે આંગળીમાં પેલી મુદ્રિકા ઘાલી હતી તે આંગળી તપાસી જોઇને કેહે છે) હાય ! હાય ! મારી આંગળી આવી કેમ ? ( દુઃખી થઇને ગૌતમી સામું જોય છે. )

ગૌતમીo કેમરે પોરી ! આંગળીમાં વીંટી નથી ? નીકળી પડી કે શું રે ? ( વિચાર કરીને) શક્રાવતાર ક્ષેત્રમાં શચી તીર્થનું વંદન કરવા તું ગઈ હતી ત્યાં તારી આંગળીમાંથી વીંટી નીકળી તો નહિ પડી હોય ?

રાજાo ( જરા હસીને ) સ્ત્રીઓને બુટ્ટા ઉઠાવતાં વાર ન લાગે તેનો આ જૂઓ પ્રત્યક્ષ દાખલો !

શકુંo ખરૂં કહીએ તો વાંક નસીબનો. વારૂ. તમારી ખાતર જમા થવા સારૂ બીજી નિશાનીની વાત કહું છું તે સાંભળો.

રાજાo જ્યાં જોવાનું હતું ત્યાં હવે સાંભળવાનું આવ્યું કેની ? વારૂ કેહે.

શકુંo એક દિવસે નવમલ્લિકાના માંડવામાં આપણે બેઠાં હતાં તેવામાં તારા હાથમાં કમળના પાત્રાનો દડિયો પાણીથી ભરેલો હતો, સાંભળ્યું ?

રાજાo સાંભળું છું. વારૂ પછી ?

શકુંo એટલામાં મેં દીકરાની પેઠે પાળેલો નાજુક લાંબી આંખોવાળો હરણીનો વચ્છેરો આપણી તરફ દોડતો આવ્યો. ત્યારે તમે પ્રથમ ન પીતાં દયા કરીને તે દડિયો તેના આગળ પીવા ધર્યો. પણ પરિચય ન હોવાને લીધે તેણે તમારા હાથમાંથી પાણી પીધું નહિ. પછી તે જ દડિયો મારા હાથમાં લીધો એટલે નિર્ભેપણે તે ગટગટ પી ગયો. ત્યારે તમે એમ નહિ બોલ્યા કે પોતપોતાની જાત ઉપર સૌને વિશ્વાસ હોય છે. તમે બંને અરણ્યવાસીજ કેની.

રાજાo પોતાનું કામ પાર પાડવા સારૂ આવાં કપટના મધુર ભાષણથી વિષયી પુરૂષ વશ થઇ જાય. હું તેમાંનો નહિ તો.

શકુo ( કોપાયમાન થઇને ) અરે દુષ્ટ, તું પોતાના મનના વિચારપરથી પારકાના મનમાંના વિચારની તુલના કરે છે કે ? અરે તું દગલબાજી કરવામાં તો એક જ. તારી બરોબરિયો બીજો કોઇ જ નહિ. લીલા ઘાસની વનસ્પતિથી પથરાઇને ઢંકાઇ ગએલા મુખવાળા