પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સાઠીનૂં વાઙ્ગમય.

શારદ્વતo અહો શારંગરવ, હવે એને ઝાઝું બોલોમાં. અરે શકુંતલા, અમારે જે કહેવાનું હતું તે તો કહી ચુક્યા અને એણે કેવી રીતે જવાબ દીધો તે પણ તેં સાંભળ્યો. હવે તારૂં એની સાથે લગ્ન થયેલું એ બાબતની એને ખાતર જમા થાય એવી તારી પાસે કાંઇ એંધાણી હોય તો આપ.

શકુંo એનો ભાવ તો મારા ઉપરથી તદ્દન ઉઠી ગયો છે. ત્યારે કદાપિ એને સંભારી આપું તોપણ તેથી શું થવાનું ? આટલા બોલવામાંથી સાર એ નિકળ્યો કે હવે મારું નશીબ ફુટ્યું ( તાણીને ) અહો પ્રાણનાથ, ( એટલું અર્ધું બોલીને ) જ્યારે તમે મારા લગ્ન વિષે શંકા આણો છો તો એ નામે તમને બોલાવવા ઘટારત નથી. અહો પુરૂવંશી, પૂર્વે આશ્રમમાં મને વચન આપી મારા સરખી સ્વભાવે ભોળા દીલવાળી સ્ત્રીને આવા આવા બોલ બોલીને કહાડી મુકવી તમને ઘટારત નથી.

રાજાo (કાને હાથ દઈને) ચુપ, હવે હું આવાં પાપી વચન સાંભળનાર નથી.

(આર્યા ગીતિ વૃત્ત.)

મુજ કુલ કાં લાંછન દે ને, આ જનની કરે ખરાબી કાં !
નદી તીર જ્યમ તોડી ડો’ળે જલને ઉખાડતી તરૂ ત્યાં. ૨૦૦

શકુંo હશે. પરસ્ત્રીનું ગ્રહણ કેમ કરૂં એવીજ જો તમારા પેટમાં ખરેખરી શંકા હોય તો તે શંકા નિવારણ કરવા સારૂ તમને એંધાણી આપું પછી કાંઈ ?

રાજાo વાહ એ તો ઉત્કૃષ્ટ કલ્પના.

શકુંo ( આંગળીએ અંગુઠી જુવે છે તો ) હાય ! હાય ! આ આંગળી અડવી ક્યાંથી ? (એટલું કહી ખેદ યુક્ત થઈ ગૌતમીને જુવે છે.)

ગૌતમીo ખરે તું શક્રાવતારમાં સચીને તીર્થે કુંડમાં જલવન્દન કરતી હતી તે વખતે વીંટી આંગળીએથી નિકળી પડી તો નહિ હોય વારૂ ?

રાજાo કહેવત છે કે प्रर्त्युत्पन्नमति स्त्रैणम् સ્ત્રી જાતને બુટ્ટો ઉઠાવતાં જરા વાર ન લાગે તે આ ઠેકાણે ખરું પડે છે.