દીધો. ભાઈબંધને નખશિખ નિહાળ્યો. નવી જ ચમક દેખી. દીદાર ફરી ગયા છે. હસીને પૂછ્યું : “અરે વાહ રે ! આ શો દમામ ?”
“મને નોકરી મળી છે, ભાઈ, વિશ્વબંધુ-સમાજના પ્રાર્થનામંદિરમાં.”
“હોય નહીં ! સાચેસાચ તું શું સરગના વેમાનને ડાંડીએ વળગી પડ્યો ?”
એ કટાક્ષને ન ગણકારતાં આજુબાજુ નજર કરી, કોઈને ન જોતાં -શામળે વાત ઉચ્ચારી : “ભીમાભાઈ, જરા ખાનગી વાત કરવી છે.”
“ભલે, બોલો.”
“મને વારેવારે આ વિચાર આવે છે : ભીમાભાઈ, તમે મારા ઉપર મોટી મહેરબાની કરી છે. તમારું દિલ અશરાફ છે. આવા ધર્મી જીવ થઈને તમે દારૂના ધંધામાં શા સારુ પડ્યા છો, ભીમાભાઈ ?”
ભીમાભાઈ મરક મરક થતે મોઢે શામળની સામે તાકી રહ્યા : “ઓહો, ભાઈબંધ ! મને બોધ કરીને તારા વેમાનમાં ભેળો ઉપાડવાની તારી દાનત લાગે છે કે શું !”
“તમારે પગે પડું છું, ભીમાભાઈ ! આ મશ્કરીની વાત નથી. હું મારું જિગર ચીરીને આ વાત કહેવા આવેલ છું.”
શામળ એટલી બધી કરુણાર્દ્ર આંખે જોઈ રહ્યો, કે ભીમાભાઈનું હૃદય ભીનું થયું. એ વાતમાં તો પોતાને કશો સાર ન લાગ્યો, છતાં પોતે કહ્યું : “બોલ, બોલ દોસ્ત ! હું સાંભળીશ.”
શામળે દારૂની સામે લાંબું ભાષણ આદર્યું : “અરે ભીમાભાઈ, વિચાર કરો, દારૂએ કેટલાનો દાટ વાળ્યો છે ! એના કેફમાં ભાન ભૂલીને એક જણે સ્ત્રીહત્યાનું પાપ હજુ પાંચ દી પહેલાં જ વહોર્યું. એ મારી જાતમાહેતીની વાત છે,” વગેરે વગેરે.
“સાચું, ભાઈ શામળ !” ભીમાએ જવાબ દીધો, “એટલા સારુ હું પોતે તો દારૂની છાંટ પણ લેતો નથી.”
“ને છતાં બીજાને વેચો છો ?”
“શું તું એમ ધારે છે ભાઈબંધ, કે મને એ લેવા આવનારા ઉપર