લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
સત્યની શોધમાં
 

અદાવત છે ?”

“ત્યારે શીદ વેચો છો ?”

“વેચું છું, કેમ કે એ મારો ધંધો ઠર્યો. એના ઉપર મારો પેટગુજારો છે - હું તો બસ એટલું જ જાણું છું.”

“આ તો નખોદિયો ધંધો !”

“જેવો કહે તેવો. પણ તું જુએ છે કે એમાં નાણાંની છોળો નથી. આખો દિવસ ને પોણી રાત આંહીં ઊભા રહીને મારા પગનાં પાણી ઊતરે છે. મારા તકદીરમાં કોઈ તહેવાર કે છૂટી પણ નથી. મહિને મહિને મને રૂપરડી પંદર મળે છે. મારે બાયડી છે. ને નાનું છોકરું વધ્યું છે. હવે આ દશામાં મારે શું કરવું ? કહે.”

શામળની સન્મુખ એક નવી દુનિયા ઊઘડી. આજ સુધી એ માનતો કે કલાલો અને પીઠાવાળાઓ અંતરથી જ સડેલા, હરામી ને જગતના શત્રુઓ છે. એથી ઊલટું સાચે જ શું એ બાપડાઓનેય પેટગુજારા ખાતર ધંધામાં ઘસડાવું પડે છે ?

આટલા વિચાર માત્રથી જ શામળની સેવાભાવના પ્રજ્વલિત થઈ ઊઠી. એણે કહ્યું : “સાંભળો, ભીમાભાઈ ! હું જો તમને કોઈ નીતિનો ધંધો મેળવી આપું, કે જેમાં તમને પેટ પૂરતું જડી રહે, તો તમે આ પાપનો ધંધો છોડો ખરા ?”

“સોગંદ ખાઉં, છોડી દઉં, ફગાવી દઉં !”

“વાહ ભીમાભાઈ !”

“પણ જો ભાઈ, નવો ધંધો કાયમી હોય તો જ. નીકર પછી બાયડી-છોકરાંને લિલામમાં મૂકવા નીકળવાની મારી તૈયારી હજુ નથી થઈ, ભાઈ શામળ !”

“બરાબર છે. તમને હૈયે બેસે તેવો ધંધો મારે મેળવી આપવો. પછી છે કાંઈ ?”

“પણ ભાઈબંધ ! ધંધા તે શું તારા ખીસામાં ખખડે છે ?”

“તેનું તમારે શું કામ છે, ભીમાભાઈ ? જુઓ, હું પાકું કરીને આવું