પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આગલી હરોળવાળાં
127
 


વાર્તાલાપ જરી થંભી ગયો. પછી શામળે પૂછ્યું : “પણ ધર્મપાલજી સારા પુરુષ તો છે જ ને ?”

“હશે. મારે કાંઈ એની જોડે અદાવત નથી, બાકી, હા, મને એનો ધંધો નથી ગમતો.”

“કેમ ? લોકોનું ખૂબ કલ્યાણ શું એ નથી કરી રહેલ ?”

“હશે !” બબલાએ કટાક્ષમાં ખભા ઉલાળ્યા.

“ખાસ કરીને ગરીબલોકોનું !”

“કરતો હશે, બાપડાંઓને સાચું પુરુષાતન ભુલવાડીને પારકાનાં આશ્રિત, પાંગળાં, રાંકાં બનાવી રહેલ છે. બીજું શું ? પણ હું એ પાંગળાં માંયલો નથી, હો ભાઈ !”

“પણ ગરીબોને મદદ કરવામાં એને શો બીજો હેતુ હોય ?”

“કેમ ? એ વાતે તો એને પગાર મળે છે. નથી મળતો ? એ દીકરો શું મફત સેવા કરે છે ?”

“ઠીક, તો પછી બીજા જે શાહુકારો પ્રાર્થનામંદિરે આવે છે, તેઓ ગરીબોને શા સારુ આપે છે ? પગાર સારુ ?”

થોડી વાર બબલો વિચાર કરી રહ્યો, પછી બોલ્યો : “મને તો લાગે છે, કે પોતાના મનને સારું લગાડવા સારુ !”

“પોતાના મનને સારું લગાડવા સારુ એટલે શું ? કાંઈ સમજાયું નહીં.” શામળને ગૂંચવાડો થયો.

“જો, સમજાવું. આ લખપતિ કરોડપતિઓની શેઠાણીઓ માયલી એક શેઠાણીનો દાખલો લઈએ. પાસે અઢળક માયા હોય, કમાવા કદી જવું પડ્યું ન હોય; બસ, બેઠાં બેઠાં ખરચ્યા જ કરવાનું – મોજશોખ ઉડાવવાના, નોકરચાકરોને હુકમો કર્યા કરવાના, પણ એ બધો વખત એના દિલમાં બળ્યા તો કરતું જ હોય ને કે હજારો-લાખો મજૂરી કરનારાં તો રિબાઈ રિબાઈ ભૂખે મરી રહેલ છે. આ એ વાતથી મનને સારું ન લાગે, એટલે પગાર આપીને તારા ધરમપાળ જેવાને ઉપદેશ આરડવા રાખે. ને એ ઉપદેશ સાંભળી સાંભળીને શેઠાણીઓ પોતાના અંતરની