પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
સત્યની શોધમાં
 

એ પીડા વિસારે પાડે. ઉપદેશકની જીભ હોય ચતુર, એટલે કરમની, પુનર્જન્મની, ધૂળ, રાખ ને પાપની આડીઅવળી અનેક વાતો ડહોળીને શેઠાણીઓને લહેર પમાડે. સમજણ પડી ?”

“હા, એ બરાબર છે.” શામળ નબળો પડી ગયો.

“હવે બીજો દાખલો લે આ શેઠિયાઓનો. અઠવાડિયામાં છ દિવસ ગરીબોનાં ગળાં કરે, ને સાતમે દા’ડે ધર્માદાની પેટીમાં પાંચ રૂપિયા નાખીને ખાતું સરભર કરી નાખે, ધરમી અને દાનવીર ગણાય. એ હિસાબ કાંઈ ખોટો છે ? ભારી ડહાપણનું કામ કરે છે એ તો.”

આ ક્રૂર કટાક્ષોના જવાબ શોધતો શામળ આખરે એટલું જ બોલી શક્યો : “તમે એ લોકોના ઉપર અન્યાય કરો છો, બબલાભાઈ ! એ બધા આવા કપટબાજો જ હોય તો ધર્મસ્થાનકે આવવાની પરવા જ શા સારુ કરે ? ને એને ધર્મમંદિરોમાં પેસવા જ કોઈ શાના આપે ?”

બબલો ખડખડાટ હસી પડ્યો : “અરેરે ભોટ ! પ્રાર્થનામંદિરમાં નોકરી કરછ ત્યારે જરા આંખો તો ઉઘાડી રાખતો જા ! ત્યાં મોખરાની ખુરશીઓ ઉપર બેસનારું મંડળ તો ઓળખાણ કરવા જેવું છે. પેલા એક લીલુભાઈ શેઠ ત્યાં આવે છે ને ?”

“હા, એ તો અમારા વિશ્વબંધુ સમાજના પેટ્રન માંયલા એક છે. પૂજાની ક્રિયા હરવખત એના જ હાથે કરાવાય છે.”

“હા, ભારી ધર્મિષ્ઠ આદમી ! એને ઘેરે પાંચ મિલ છે. ગઈ ચૂંટણીને વખતે એણે લોકોના હસ્તકના રાજવહીવટની, પ્રતિનિધિસભાની વગેરે ભારી ભારી હિમાયતનાં ભાષણો ઠોકેલાં. પછી ? પછી મોટી ધારાસભામાં પ્રતિનિધિ મોકલવાની ચૂંટણીનો વખત આવ્યો, ત્યારે એણે તમામ સભાસદોને નાણાં ચાંપી દઈ પોતાના વળનો એક જાણીતો હરામી પ્રતિનિધિ ચૂંટાવ્યો.”

“પણ એવું શા માટે કરે ?” શામળ છેક જ અજ્ઞાન હતો.

“શા માટે ? એટલા માટે કે વડી ધારાસભામાં ચૌદ વરસની અંદરનાં છોકરાંને મિલોમાં ન રાખવાનો ખરડો આવવાનો હતો, એ