પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી
133
 

દરજ્જાને ને આ વાતને શી નિસ્બત છે ?”

“બધી જ નિસ્બત છે.”

“પણ સાહેબ, આપ સમજ્યા નહીં. હું આ મારે માટે નથી કરી રહ્યો. હું તો સમાજને બચાવવા માગું છું.”

“શું ! શું ! સમાજને બચાવવા –”

“ત્યારે બીજું શું ? જુઓને હું એક માણસને સમાજની દીક્ષા આપવા ગયો. ત્યાં તો એણે સમાજની હાંસી કરી, ને કહ્યું કે હરિવલ્લભ દેસાઈ જેવા પાપીઓ જે સમાજમાં પડ્યા છે, તેમાં આવીને હું શું કરું ? એ બધા તો નાણાં પાથરીને પોતાનાં પાપ ઢાંકે છે. આવું કહ્યું, સાહેબ ! ને મારા દિલમાં ચીરા પડ્યા.”

“એટલે ? દેસાઈસાહેબે એવું શું પાપ કર્યું છે ?”

“એણે એના હિતવાળી એક કંપનીને કસ અપાવવા સારુ થઈને શહેર સુધરાઈના કાઉન્સિલરોનાં ખીસાં ભરી દઈ એક સસ્તે દરે નળો આપવા તૈયાર થયેલી કંપની વિરુદ્ધ મતો અપાવ્યા, ને એ રીતે અનેક કંગાલોના મોંમાં જતા પાણીમાંથી ધન ખેંચવાનું પાપ આચર્યું. ગરીબોના પાણીમાંથી પણ લોહીનો કોગળો ભર્યો એણે.”

ધર્મપાલજી ખડા થઈ ગયા; હોઠ ભીડી, મોંમાંથી વરાળો કાઢતા ટહેલવા લાગ્યા. શામળ જોઈ રહ્યો, પછી બોલ્યો : “ખરે જ આપને આ ખબર નહીં હોય. કૃપા કરીને કહો મને, આ વાતની જાણ હતી આપને, હેં પંડિતજી ?”

“શામળજી !” ધર્મપાલે પાછા ફરીને દૃષ્ટિ નોંધી, “તું આ કોની ચુગલી કરી રહ્યો છે ખબર છે ? હરિવલ્લભ દેસાઈજી મારી પત્નીના સગા ભાઈ થાય છે. હવે તું અટકીશ ?”

“આપના સાળા ! સગા સાળા !” શામળ બાઘો બની રહ્યો.

“હા, હા, મારી પત્નીના એકના એક ભાઈ. હવે તને કંઈ ભાન આવે છે, કે તું મને કઈ સ્થિતિમાં મૂકી રહેલ છે ?”

“ખરેખર, આ તો ભયંકર સ્થિતિ. પરંતુ આ બધું આપ નહીં જ