પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
141
ચોરીનો માલ
 

“તેઓ ચોરીનો માલ પાછો નહીં આપે ?”

“નહીં જ આપે.”

“એને ફજેતો કરવાનો ડર દેખાડશું તોપણ નહીં આપે ?”

“તોપણ નહીં.”

“જેલમાં મોકલશું તોપણ નહીં ?”

ધર્મપાલે જવાબ ન દીધો. શામળે થોડી રાહ જોયા પછી કહ્યું : “જુઓ સાહેબ, હું એની કનેથી આ ચોરીનાં નાણાં કઢાવ્યે જ રહીશ. મારી એ સ્પષ્ટ ફરજ છે. તેઓએ નાણાં કાઢી આપવાં જ પડશે.”

ફરી વાર મૌન છવાયું.

“ધર્મપાલજી !” જુવાન વેદનાસ્વરે બોલી ઊઠ્યો, “આપ તો મને મદદ કરશો જ ને ?”

“નહીં શામળ, હું નહીં કરી શકું.”

“આપ મને એકલો જ મૂકશો ? રઝળાવશો ?”

ધર્મપાલે જવાબ ન દીધો. શામળ ઉગ્રતાથી બોલી ઊઠ્યો : “શું મારું પગલું બરાબર નથી ? હું શું સત્ય નથી બોલ્યો ?”

“હું એ વાતમાં ન જાણું, શામળ ! એ મારો કાર્યપ્રદેશ નથી.”

“આપનો કાર્યપ્રદેશ નથી ? આપ તો એક મહાન ધર્મસંપ્રદાયના પ્રતિનિધિ છો.”

“હા, તેથી મારે ધર્મ-પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવું જોઈએ.”

“પણ લોકો લુંટાય તે બાબત ધર્મની દેખરેખમાં નથી આવતી શું ?”

કશો જવાબ ન મળ્યો.

“તમે દાન, સખાવત ને ધર્માદા તો આપો છો,” શામળે ચીમટો ભર્યો; “તમે ગરીબોને મદદ કરવાનો દંભ તો રાખો છો; ને અહીં હું ગરીબોના રક્ત-શોષણની પુરાવાબંધ વાતો લાવું છું, તો તમે એમાં સહાય કરવાની તમારી ફરજ જોતા નથી. હું તમને લોકોની ગરીબીનાં ખરાં કારણો બતાવું છું; તેઓ લૂંટાઈ રહેલ છે, છુંદાઈ રહેલ છે, તેઓનું