લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુભાઈ શેઠ
143
 

જ આ સંગ્રામ ચલાવવો પડશે ?”

“ઓહો ! એવડું બધું તમે શું કરવા માગો છો ?”

“પ્રથમ તો હું એ બેઉ જણાને જ મળવા માગું છું, હું તેઓને એમના આ દુરાચાર છોડવાની તક આપીશ.”

“છોકરા !” ધર્મપાલે ચીસ પાડી, “તારું ચસકી ગયું છે. હું તને કહી દઉં છું કે જો તું આ બેવકૂફ પગલું ભરે, તો સાફ કહી દેજે એ ભાઈઓને કે તું મારો મોકલ્યો નથી આવેલો, તેમ તને મારી અનુમતિ પણ નથી.”

શામળ સ્તબ્ધ બેસી રહ્યો. એને થયું કે ધર્મપાલ હિચકારો છે. પછી એણે કહ્યું : “ના જી, આપ હૈયે ધરપત રાખજો. આ આખી વાતની જવાબદારી હું મારા માથા પર જ રાખવાનો છું.”

ઊઠીને એ ચાલ્યો ગયો.


22

લીલુભાઈ શેઠ

કલો ! ફરી પાછો એકલો : અને આખી દુનિયા એની સામે થઈ ઊભેલી ! જેઠ મહિનાના એ બપોરનો આદિત્ય આભમાં ઊભો ઊભો એકલો ને મૂંગો સળગી રહ્યો હતો, ત્યારે લક્ષ્મીનગરના ફૂટપાથ પર શામળ પણ સંગીહીન અને ત્યજાયેલો તપતો હતો. એના અંતઃકરણ પર નિર્જનતાના ઊના વંટોળ વાતા હતા.

ક્ષણવાર તો એને વિષાદ આવી ગયો. ચૂલામાં જાય આ બધી કર્તવ્યભાવના ! હું એક ક્ષુદ્ર જંતુ – શી રીતે આ સમર્થોના સંગઠનની સામે મુકાબલો કરી શકીશ ? હું અજ્ઞાન ગામડિયો – મારી ભૂલ તો નહીં થતી હોય ? બુદ્ધિવંતો અને જ્ઞાનીઓની સામે હું આ જૂઠી ધૂળ તો