પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂખસદ
151
 

દુનિયાદારીના ધપ્પા લાગવાની જરૂર છે. ત્યારે જ તને સમજાશે કે જીવન બહુ કઠોર સંગ્રામ છે. ફક્ત તેઓ જ, જે લાયક અને સમર્થ –”

“ઓહો !” શામળે મોં ઊંચું કરીને જોયું, “આભાર આપનો, શેઠસાહેબ ! પણ એ ભણતર તો હું અગાઉ ભણી ચૂક્યો છું.”

“એટલે ?”

“એટલે કે આપ હર્બર્ટ સ્પેન્સરના જ અનુયાયી જણાઓ છો. ઠીક છે. એ તો ઉચિત જ છે – ફક્ત નથી સમજાતું આટલું જ કે આપ અને આપ સરીખા બીજા હર્બર્ટ સ્પેન્સરના શિષ્યો ધર્મસમાજમાં શા સારુ પેઠેલા છો ? પ્રભુના આદેશોને અનુસરવાનો દંભ શા માટે –”

તરત જ લીલુભાઈ ખડા થઈ ગયા. જાણે એના પગ નીચે કોઈએ અંગારા ચાંપ્યા. એણે કહ્યું : “બસ કર, ચાલ, બહાર નીકળ મારા મકાનમાંથી.”

“પણ સાહેબ –”

“એક શબ્દ પણ વધારે નહીં. નીકળ બહાર.”

વાર્તાલાપ સમાપ્ત થયો.

23

રૂખસદ

વારથી કશું ખાવાનું પામ્યો નહોતો, તે છતાં શામળ ભૂખ્યો નહોતો થયો. વેદના અને હતાશાથી એને આંખે અંધારાં આવતાં હતાં. મનુષ્યરૂપે આજ એક પાપનો બુલંદ કિલ્લો એણે દીઠો. એ કિલ્લાની કાંકરી પણ પોતે ખેસવી શક્યો નથી. એ પાપ-દુર્ગની પ્રચંડ કાળી દીવાલો સામે કેવળ નિર્વીર્ય રોષની નજરે શામળને જોવું રહ્યું !

ઘેર ગયો ત્યારે તેજુ ઉંબરમાં જ ઊભી હતી. એણે કહ્યું :