પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
સત્યની શોધમાં
 

ચૂમીઓ ભરી હતી. તમારે ખાતર હું જગતમાં જે કહેત તે કરત, મારા પ્રાણ કાઢી આપત. દિવસ ને રાત હું તમારું જ ધ્યાન ધરતો હતો – મારા સ્વપ્નમાં હું તમને જગતની સમગ્ર પવિત્રતા અને પૂર્ણતાની પ્રતિમા કરી પૂજતો હતો. અને આજ – આજ તમે મને સંભળાવો છો કે એ તો તમે કેવળ વિનોદ કરતાં હતાં ! ગમ્મત કરતાં હતાં ! એટલે કે બીજા તમામ ગરીબોને તમે વાપરી રહેલ છો એ રીતે જ તમે મને તમારી બે ઘડીની મોજ ખાતર વાપરી રહ્યાં હતાં, ખરું ?”

“શામળ !” વિનોદિનીએ હુંકારો કર્યો.

“તમારા પિતા જેમ નાનાં બાળકોને મિલમાં વાપરે છે, તમારો ભાઈ દિત્તુ શેઠ જેમ ગરીબ છોકરીઓને ભોળવીને ભોગવે છે, જે રીતે તમે જગતની હરકોઈ ચીજને ઘડીકના ઉપભોગ સારુ વાપરો છો, તે જ રીતે મને સુધ્ધાં વાપરતાં હતાં, ખરું કે ?”

વિનોદિની લાલઘૂમ બની ગઈ : “એમ, તું આટલી હદ સુધી બોલવાની હિંમત કરી રહ્યો છે ?”

“સત્ય તો હરકોઈને સંભળાવવાની મારી હિંમત છે; ને આ છે તમારા વિશેનું સત્ય ! તમે પણ બાકીના તમામથી – તમારા વર્ગના બાકીના કોઈથી – જુદાં નથી ! તમે તમામ એક જ બીબામાં ઢાળેલાં છો - પરભક્ષી છો, અન્યના શોણિતને છૂપાં છૂપાં શોષી જનાર વૈતાલો છો, ને એ સહુમાં તમે અધમ છો, કારણ કે તમે સ્ત્રી છો. તમે સુંદર છો, ને પ્રભુની વિભૂતિરૂપ એ સૌંદર્ય તમે મોહના ફાંસલા રૂપે વાપરો છો; એમાં ફસાવીને તમે અન્યના પ્રાણ હરો છો.”

“ચૂપ કર, શામળ !”

“ચૂપ નહીં કરું. તમારે પૂરેપૂરું સાંભળી જ લેવાનું છે. તમે ઈરાદાપૂર્વક મને તમારી મોહિનીમાં ખેંચ્યો - તમારે મારા થકી બે ઘડી મોજ-વિનોદ કરવાં હતાં. તેમને મારી લાગણીઓનો, મારા અધિકારોનો, કે મારું કેવું સત્યાનાશ વળશે તે વાતનો વિચાર જ નહોતો. પછી ? પછી હવે તમે મારાથી કંટાળી ગયાં – હવે તમે મને એ સંબંધનો અંત