પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમહક્ક સમાજ
173
 

 એવામાં તેજુને અંદરથી મોટે અવાજે આ પ્રમાણે વાતચીત સંભળાવા લાગી :

“તારું નામ શું ?”

“શામળજી રૂપજી.”

“ઓહો ! જૂનો ડામીજ ! બચ્ચા, તું ફરીને કાંય આયો ?” .

"મારે ભાષણ કરવું છે, સાહેબ !”

“ભાસન ! નવો કસબ ! સાલા ડામીજ ! શે’રમાંથી નીકળી કાંય નહીં ગિયો ? વચન દીધું’તું ને ?”

"સાહેબ, મેં નહીં, બબલાએ.”

“તેં નહીં, એ…મ ? સાલા ડામીજ, તું આ કોન્ને ભનાવેચ ? કાં છે બબલો ! શું કરેચ એ ?”

“સાહેબ, એ મારાથી નહીં કહી શકાય, હું વચને બંધાયો છું.”

“એ…મ! સું તું મારાથી છુપાવવા માગેચ ? મને નાનો બૂચો ધારેચ ? ડામીજ ! બેઉ મલીને ઉઠાઉગીરી રમોચ કે ? જવા દે તારી ચાલાકી.”

“નહીં, સાહેબ. હું તો સભા ભરવા માગું છું. અમારા સંપ્રદાયમાં સડો છે.”

“એ…મ ! સભા ભરીને શહેરમાં હુલ્લડો કરાવવાં છે ? મંજૂરી લીધીચ ?”

“જી નહીં લેવા જ આવેલ છું.”

“એ…મ ! મારી સંગાથે મસખરી-ઠઠ્ઠા કરવા આયોચ ?”

“મશ્કરી ?”

“મંજૂરી નહીં મળે. અને તું જલદી શહેર બહાર નીકળી જા. પહેલી પેસેન્જર ગાડી પકડજે ! સમજી જજે એટલામાં.”

એ દમદાટી દેનાર કંઠ બાટલીવાલાસાહેબનો જ હતો. એની ત્રાડો સાંભળી સાંભળી તેજુ થરથરતી હતી. શામળ જ્યારે શાંત મોં લઈને બહાર નીકળ્યો, ત્યારે તેજુ નિહાળી નિહાળીને જોતી હતી કે ક્યાંય