પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
સત્યની શોધમાં
 

 છો ? છોડી દો મને. મેં કશો ગુનો નથી કર્યો. મારી પાસે પૈસા નથી, હું કોઈને ઓળખતો નથી. હું બીજે ક્યાં જાઉં ? મારો શો વાંક ?”

એમ કહી શામળ ચોધાર રડવા લાગ્યો.

“એ બધું તું કોરટમાં માજિસ્ટ્રેટ સાહેબને કહેજે.”

"પણ – પણ મારો ગુનો શો છે ? શા સારુ મને —?”

“ચૂપ કર !” પોલીસે ત્રાડ દીધી, ગરદનને વધુ જોરથી વળ દીધો, ને ઉમેર્યું : “તારી ચાલાકી ઢોળાઈ જાય છે, ભામટા !”

ચાલાકી ! આ ‘ચાલાકી’ શબ્દ શામળે કેટલામી વાર સાંભળ્યો તે એ ગણતો રહ્યો; અને પોલીસચકલા ઉપર આ સિપાહી તથા એના ઝોકાં ખાતા અમલદાર વચ્ચે ટૂંકા સવાલ- જવાબોની વિધિ પતી ગયા પછી એ તુરંગના લોખંડી સળિયા પાછળ ધકેલાઈ ગયો.


4
અદાલતમાં

કેદખાનાની કોટડીની અંધારી એકાન્તે બેસીને પોતાની તમામ આપદાનાં આંસુડાં અને ધ્રુસકાં ઠાલવવાનો ઠીક અવકાશ શામળને સાંપડી ગયો. આથી વધુ બદનામી અને શરમ એની કલ્પનામાં આવી શકી નહીં. એ સાબૂત કાંડાંબાવડાંવાળા જુવાને – પ્રામાણિક માબાપના છોરુએ – એક તો ભીખ માગીને ખાધું, ને બીજું એ જેલમાં પડ્યો. ગામડાંનાં મહેનતુ માબાપના પાપભીરુ ફરજંદને મન જેલ એટલે તો કાળામાં કાળી ટીલી. “આજે મારી બા જીવતી હોત તો એને શું થાત ? – આપઘાત કરવા જેવું થાત.”

બાનું નામ સાંભરતાં જ શામળને યાદ આવ્યું કે પોતાની બગલથેલી તો પોતે પેલી માલગાડીના ડબામાં જ ભૂલી આવ્યો છે, ને