પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
29
તેજુની બા
 

ત્યાં કપડાં કાઢીને ધૂળમાં ચોળી ધબધબાવી નાખ્યાં, સૂકવ્યાં. પછી પોતે આખે શરીરે અને માથામાં વેકૂર ઘસી વાસણ માંજે તેમ અંગેઅંગ સાફ કર્યું. પછી કપડાં પહેરીને એ પહોંચ્યો એક ખોજાની દુકાને, અને ધાણી-દાળિયા લઈને એક નળની ટાંકી પાસે બેસી નિરાંતે ચવેણું ચાવ્યું, પાણી પીધું. સાંજ પડતી હતી : સૂવું ક્યાં તે સવાલ સામે આવીને ઊભો રહ્યો. ભાઈબંધ પોલીસની ભૈરવમૂર્તિ પણ નજર સામે તરવરી રહી.


5

તેજુની બા

જ હવે ક્યાંય ઉઘાડા દરવાજાના અંધારા રસ્તામાં ભરાવું નથી. ખીસામાં પંદર આના પડ્યા છે. કોઈ ગરીબ લત્તામાં જઈને જોઉં, ક્યાંય પૈસાવડીએ આશ્રય મળે છે ?

આલેશાન હવેલીઓ અને ઝરૂખા-અટારીઓની દિશા છોડીને શહેરને બીજે છેડે, એક મજૂર-ચાલ નિહાળતો શામળ ચાલ્યો. એક બારણામાં એક આધેડ સ્ત્રી ઊભી હતી : દૂબળી અને થાકેલી દેખાતી, છતાં સ્વચ્છ અને માયાળુ મોંવાળી. એ માયાળુ મુખમુદ્રાને ભરોસે શામળના પગ થોભ્યા. એણે પૂછ્યું :

“માડી, આંહીં ક્યાંય એક ઓરડી ભાડે મળશે ?”

“કેટલા દા’ડા માટે જોઈએ છે ?” બાઈએ પૂછ્યું.

“એ તો નક્કી નથી. આજની રાત તો રહેવું છે. ને કાલે જો ધંધો મળી જાય તો કાયમ રહું.”

“ધંધો ? આંહીં લખમીનગરમાં ?” બાઈ ચકિત બની.

“હા, મને એક કહેણ મળ્યું છે.”

“ઓરડી તો મારે ત્યાં ભાડે દેવાની બે છે. પણ આ કાચનું