પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
32
સત્યની શોધમાં
 

 ચંદ્રશેખરની પ્રતિમા તરવરતી હતી. આગલા દિવસના એ અનુભવ પરથી શામળને આસ્થા બેઠી હતી કે ખરી કસોટી કરીને પછી ઈશ્વર બદલો તો આપી જ રહે છે.



6
પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન

વારે ઊઠીને એ પીઠા ઉપર પહોંચી ગયો. પોતાને ખવરાવનાર દોસ્ત ત્યાં ઊભો હતો. એ દારૂવાળાને આ તરવરિયા જુવાનના હાવભાવમાં કોઈ અજબ રસ પડી ગયો હતો.

“કાલે તો હું ન આવી શક્યો, ભાઈ !” શામળ કહ્યું, “મને તો જેલમાં ઉઠાવી ગયેલા.”

“ઠીક થયું. રાતે વરસાદ હતો ને ઠંડી પણ બહુ જ લાગતી હતી. પણ હવે તો તું જલદી શહેર બહાર નીકળી જા, બચ્ચા !”

“ના રે ના, મને માજિસ્ટ્રેટે એક રૂપિયો આપ્યો”

“એક રૂપિયો બેઠો નહીં રહે.”

“પણ મને ધંધો અપાવવાનું વચન આપ્યું છે પ્રોફેસર ચંદ્રશેખરે. મોટા વિદ્વાન છે ને તમારા શહેરની મોટીબધી કૉલેજમાં ભણાવે છે.”

દારૂવાળો હસ્યો : “હા સાચું. મોટુંબધું પેટ; મોટાં મોટાં ચશ્માં; મોટો મોટો ઘાંટો; ધારાસભાની અને સુધરાઈની ચૂંટણીમાં મોટા ટેબલ પર ચડી દારૂની સામે મોટાં મોટાં ભાષણ કરે. પછી ચૂંટાય, એટલે અમારા શેઠ પાસેથી મોટી મોટી બક્ષિસો લ્યે. હા-હા-હા-હા.” દારૂવાળાને ખૂબ હસવું આવ્યું.

શામળ કશું બોલ્યો નહીં. પણ પોતાના તારણહાર ચંદ્રશેખરની આવી વગોવણીને લીધે તેનું દિલ કચવાયું. એણે ઝભ્ભો ઉતારી