પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિત્તુભાઈ
41
 

 જમવાનું પામ્યો નથી. તો ચાલ રસોડામાં, જમી લે.”

“પણ સાહેબ, એમ ખરા નિકાલને મુલતવી રાખવાની શી જરૂર છે ? તમે જે ઉપદેશ નથી કરવા જતા, તે મારે જ કરવો છે. ને હું એની અત્યારથી જ શરૂઆત કરીશ.”

“પણ ખાલી પેટે તું કેવી રીતે ઉપદેશ કરી શકીશ ?”

“મોઢે બોલીને નહીં, પણ આચરીને જ ઉપદેશ કરવો છે મારે. એટલે હું જ જગત સમસ્તના હિતાર્થે મારા દેહની આહુતિ આપતો આપતો મારા જેવા બેકારોને એ જ્ઞાન દઈશ.”

શામળ ગયો. પ્રોફેસર પોતાના ટેબલ પર કામે ચડ્યા. એની સામે પોતાના નવા લખેલ પુસ્તકની હસ્તલિખિત જાડી પ્રત હતી. એના ઉઘાડા પાના પર મોટે અક્ષરે લખ્યું હતું : ‘પ્રકરણ 53મું : બેકારી અને સામાજિક જવાબદારી’. એ મથાળાની સામે પ્રોફેસર ચંદ્રશેખર તાકી રહ્યા – તાકી જ રહ્યા.

7
દિત્તુભાઈ

સ્તે ચાલતાં ચાલતાં શામળના ભેજાનાં ચક્રો જોરથી ગતિ કરી રહ્યાં હતાં. હવે એને આ નવા પ્રાપ્ત કરેલા જ્ઞાનની મુશ્કેલી દેખાવા લાગી : નિર્માલ્યોએ અને બાતલ થયેલાઓએ માનવજાતિના કલ્યાણ માટે થઈને ભીડાભીડ કરવી છોડી દઈ ખતમ થઈ જવું ઘટે છે – એ સુંદર સિદ્ધાંત હું બીજાને શી રીતે શીખવીશ ? જો અન્યને એ બોધ દેવા બેસીશ તો કપટી ગણાઈશ, જો ઘેર જઈ તેજુની માને નકામાં વલખાં ન મારતાં પતી જવાનું સમજાવીશ તો તેનેય અસર નહીં થાય, કેમ કે હું કહેનાર પોતે જ નાલાયકોના ટોળા માંહેલો રહ્યો. જો હું એકલો નદીકિનારે જઈ