પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
44
સત્યની શોધમાં
 

 શામળ નિરુત્તર હતો. એણે હજુ ઘોડાનાં નસકોરાં, ઘોડો આખે શરીરે થરથરી રહ્યો હતો.

“મારી લગામ તૂટી ગઈ એટલે જ આમ બન્યું. જો આ તૂટેલી લગામ,” અસવારે ટુકડો દેખાડ્યો, “હવે ફિકર નહીં.હવે એ બચ્ચાને સીધો સીધો કરીશ.”

“એને બરાબર પકડો. મારાથી ઊભા રહેવાતું નથી અંધારાં આવે છે.” એમ કહી શામળ ઢળી પડ્યો.

“તમને વાગ્યું છે ?”

“ના, પણ હું સવારનો ભૂખ્યો છું. કાંઈ ખાવાનું મળ્યું નથી.”

“હેં ! ખાવાનું મળ્યું નથી !” ગાડીના જુવાન માલેકે અજાયબીની પૂછ્યું, “શા કારણથી ?”

“હું બેકાર છું તેથી”

“બેકાર ! અરે રામ ! ભલા આદમી, તું શું ભૂખે મરે છે ?”

“હાસ્તો. મરવાની શરૂઆત તો કરી ચૂક્યો છું.”

“તું આંહીં રહે છે ?”

“ના, ગામડામાંથી હું નવીનાબાદ જવા નીકળેલો. રસ્તે પૈસા લૂંટાઈ ગયા, આંહીં કશો ધંધો ન મળ્યો, એટલે હવે હું મરવાનું જ પ્રયાણ કરતો હતો.”

“ઓ મારા બાપ !”

“ના, ના, એમાં કંઈ નહીં, મારા દિલમાં એ બાબતનો કશો સંતાપ નથી.” એને પ્રોફેસર ચંદ્રશેખરે આપેલું જ્ઞાન યાદ આવ્યું.

ગાડીનો માલેક ગૂંચવાડાભરી નજરે તાકી રહ્યો. શામળે પણ પોતે કોને બચાવી લીધો છે તે નિહાળવા નજર ઠેરવી. પોતાના કરતાં એક વરસે મોટેરો પાણીદાર તરુણ : મોં પર લાલી રમવા માંડી છે. આવો નમણો જુવાન આજ જગતમાં પહેલી વાર શામળની નજરે પડ્યો. નિખાલસ ઊઘડતી મુખમુદ્રા; મલકતી આંખો; કોઈ કુમારિકાના જેવાં સોનેરી સુંવાળાં જુલફાં; અંગ ઉપર ફલાલીનની સુરવાલ અને રેશમનું