પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
સત્યની શોધમાં
 

જીવતર દિનપ્રતિદિન ચાલ્યું જાય છે.”

ફરી ચૂપકીદી છવાઈ. શામળ પોપચાં નીચાં ઢાળીને રોમે રોમે કંપતો ઊભો હતો.

“આ ગુલાબ લઈને ક્યાં જાય છે, શામળ ?”

“બંગલાના ઉપરીને આપવા.” “એક મને આપીશ ?”

પોતાને હાથે વિનોદિનીએ એક ગુલાબ ઉપાડી લઈને હોઠે, ગાલે અને આંખે અડકાડી અંબોડામાં ભર્યું. “કોઈ વાર મારે સારુ ગુલાબ લાવતો રહેજે હો, ભૂલી ના જતો.” આટલું કહી, સ્મિત વેરતી એ ચાલી ગઈ. જતાં જતાં એણે શામળના હાથને સ્પર્શ કર્યો.

એ આંગળીઓના સ્પર્શમાંથી સળગી ઊઠેલી વીજળીએ શામળને રોમાંચિત કર્યો. એની આંખે અંધારાં ઘેરાઈ ગયાં. કદી સ્વપ્નમાં પણ ન મળેલો એ અનુભવ હતો. ખાલી ઓરડામાં કોઈ ચાલ્યા ગયેલા સોંદર્યની ખુશબો ફોરતી હતી.

આખો દહાડો એ જુવાનના માથામાં ભણકારા બોલ્યા : “ઓહો ! એ સુંદરીને મારામાં આટલો બધો રસ જાગ્યો છે ! મારા પર એણે સ્મિતો વેર્યા ! મારા હાથને એણે સ્પર્શ પણ કર્યો ! રૂપાળાં મનુષ્યો શું આટલાં બધાં હેતાળ જ હશે !”


10
મહેફિલ

વિનોદિનીનાં ફરી દર્શન વગર એ અઠવાડિયું ચાલ્યું ગયું. મેંદીમાંથી ખુરશીઓના, મોરલાના વગેરે અવનવા આકારો નીકળતા નિહાળતો શામળ એ છેલ્લા મેળાપના રજેરજ સ્મરણને માળાના પારાની માફક