પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
71
 

 જાણતો’તો કે તમે પાછા આવવાના!”

“આ વેળા તો ખૂનના કેસ બદલ આવેલ છે.” કૉન્સ્ટેબલે કહ્યું.

“એ તો એમ જ હોયને ! લક્ષ્મીનગરમાં આવીને આદમીની ચાલાકી આગળ જ વધેને !” ફોજદારસાહેબે પોતાની ફાંદ ઉપર કોટનાં બટન બીડવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

‘ચાલાકી’ શબ્દ એક મંત્રની માફક પાંચ મહિને ફરી વાર શામળને કાને પડ્યો.

“ખૂનનો કેસ છે, તે સાહેબ જ છોને કડાકૂટ કરતા – આપણે શું ? ઓ મારા અલ્લા ! જહન્નમ જેવી છે સાલી આ નોકરી.” એમ બોલતા ફતેહમામદ ફોજદાર કેટલીક મુસીબતે પોતાના પંચભૂતને ખુરસીટેબલની વચ્ચેથી બહાર કાઢી શક્યા, ને ટેલિફોન પર ગયા.

“એ બેટાને ઠાંસ પેલા બબલાદાદાની જોડે. ત્યાં એ સીધો રહેશે.”

શામળ જેલની કોટડીમાં ધકેલાયો. લોખંડી સળિયાના બારણા ઉપર તાળા-ચાવીની ચીસ નીકળી. આ વેળા શામળને નામોશીની લાગણી જરીકે ન થઈ. પણ એનું હૃદય વલોવાતું હતું. હતભાગિની મૃણાલિનીને માટે. કોટડીમાં બારણા પાસે એ આંટા મારવા લાગ્યો.

ત્યાં તો ઓચિંતો એક ખૂણેથી પશુ જેવો ઘુરકાટ આવ્યો : “હવે ભલો થઈને ઊંઘવા દઈશ કે નહીં ? તારા ઠબઠબાટ સવાર પર મુલતવી રાખને, ભાઈ !”

“ઓહો, માફ કરજો હો ભાઈ ! મને ખબર નહોતી.” શામળને યાદ આવ્યું કે પોતે કોઈક બબલાદાદા નામના માનવીનો સંગાથી બનેલ છે.

“શા તહોમતમાં આવ્યા છો, મિસ્તર ?”

“ખૂનના.” શામળે કહ્યું.

સફાળો જ સાથી પથારીમાંથી ઊભો થઈ ગયો : “શું ? શાના ? ખૂનના ?”

“પણ મેં નથી જ કર્યું. એ તો એ બાઈએ પોતે જ પોતાનું ગળું