લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
સત્યની શોધમાં
 

તો ખાસો મજાનો બીજો જ એક માર્ગ મળી ગયો’તો, દોસ્ત ! હાં, ચલાવ તારી વાત.”

પછી પોતે દિત્તુ શેઠની જિંદગી કેવી રીતે બચાવી, ને પછી શું બન્યું, તે બધું શામળે વર્ણવ્યું.

“ભાઈ ભાઈ !” બબલાએ ઉચ્ચાર્યું, “તેં તો કમાલ કરી યાર !” દિત્તુ શેઠ તારો દેવ બન્યો, તારા સ્વપ્નની મૂર્તિ બન્યો, એમ ને ? બધી લાયકી ને બધા સદ્‌ગુણ તેં એને પહેરાવ્યાં, કમાલ ! કમાલ કરી તેં તો, યાર.”

“કાં ?”

“અરે બબૂચક, છાપું તો વાંચ કોઈક દિવસ ! બે વરસથી એ રેઢિયાળ છોકરો નવીનાબાદમાં જુગાર, શરાબી અને રંડીબાજી વિના બીજી વાત જાણતો નથી. એને માથે કેટલાં તો તહોમતો લટકે છે. જેના સાટુ કોઈ એક ટીપું પણ લોહી ન આપે, એના વાસ્તે તું તારો જાન કુરબાન કરવા દોડ્યો !”

“આ તો ભયંકર વાત !” શામળે જાણે કોઈ છૂપું ભોયરું દેખ્યું.

“ભયંકર વાત તો એ છે ભાઈ શામળ, કે તું હદથી જ્યાદો ભલો આદમી છે. એ જ તારી નાલાયકાત છે. તું જીવવાને વાસ્તે નાલાયક છે. તું લખમીનંદન શેઠને લાયક ગણતો’તો ને ? શી લાયકી હતી એનામાં ? - વાઘદીપડાની બકરાં ખાવામાં જે લાયકી હોય છે તે જ કે બીજી કોઈ ? એ ને મારો બાપ, બેઉ એક જ નિશાળે ભણતા’તા. પછી આ લખમીનંદને શરૂઆત જ કરી પોતાની સગી, માજણી બેનોને ફરેબ દઈને વારસામાંથી બાતલ કરવાની. પછી એક કાચનું કારખાનું પોતાને ઘેર ઘરાણે હતું, એના દસ્તાવેજ ફેરવીને કપટથી કારખાનું કબજે કરી લીધું. પછી વીમાની મોટી રકમ સારુ પોતે જ કારખાનાને દીવાસળી મેલાવી બાળી નાખ્યું. પછી રેલવેમાં વચલા લોકોને ખૂબ કમિશનો કાપી દઈ કંતરાટો લીધા. પછી મજૂરોનાં ‘યુનિયનો’ના બેઈમાન આગેવાનોનાં ખીસાં ભરી દઈ, પોતાનાં હરીફ કારખાનામાં હડતાલો પડાવી. હડતાલોથી