પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
80
સત્યની શોધમાં
 

જા બચ્ચા સૂલી પર’ એ મતલબની કુરબાનીનું અફીણ પાવા સાટુ ! સમજ્યો, બોઘા ?”

એટલું કહી બબલાએ શામળની છાતીમાં આંગળીનો ઘોંકો માર્યો. “એની પાસે પૈસા થયા માટે એ ધરતી માથે જીવવા લાયક, અને તું નહીં – ખરું ? તું એની બધી બૂરાઈઓ અને બદીઓ સાંખી લઈ, એના પાપમાં શામિલ થઈ એની એકાદ દુકાનનો ભાગીદાર બન્યો હોત તો તું ‘લાયક’ કહેવાત, ખરું કે નહીં ? અથવા તો એના માથામાં લોઢાની અડી લગાવીને એના ખીસામાંથી નાણાં લઈ નાઠો હોત તોય તું એના કરતાં વધારે સમર્થ, વધારે લાયક, વધારે આવડતવાળો ગણાત, ખરું ને ? મારા બેટાએ મને પણ એમ જ રદબાતલ કરી દીધો હોત. મારાંય ખીસાં ખાલી કરીને મને રસ્તે રઝળતો કર્યો હોત. પણ મેં તો સામી કળા વાપરી જાણી, ભાઈ શામળ !”

“ચોરવાની કળા ને ?” શામળ હજુ નીતિને ચોંટી રહ્યો હતો.

“નહીં લડવાની – વેર વસૂલ કરવાની કળા.” બબલાએ કહ્યું. “એ કળા વાપરી એટલે જ હું જીવતોજાગતો બેઠો છું. ભલે મારે મહેલાતો નથી, કોઈ લક્ષાધિપતિની છોકરી આશક થઈ પડે એવું મોઢું પણ નથી, પણ હું ભૂખે તો નથી મરતો ને ? મીઠાવાળો રોટલો તો મળે છે ને ? ને વળી આ કાળી રાતનાં મારાં પરાક્રમો મને કકડીને ભૂખ લગાડે છે, એ લાભ વધારાનો.”

એટલું કહીને બબલાએ એક પેટી ઉઘાડી અંદરથી રોટલીની થપ્પી કાઢી, મરચાંનું અને ગાજરનું અથાણું પણ કાઢ્યું, શામળને કહ્યું : “આવી જા, દોસ્ત ! ઉડાવ આ પકવાન. આ રાઈતાં ગાજર દેખ્યાં ? લજ્જત તો લે ! આ કોણે આપેલ છે જાણછ ? મારી એક માશૂકે. જેલમાં મને બીક જ મોટી એ હતી કે ક્યાંઇક મારાં આ ગાજર સાળા પેલા ખૂંટડાઓને હાથ પડશે.”

શામળના મોંમાં પાણી છૂટતું હતું. એની જીભ હોઠ ચાટવા લાગી. પણ એ મફતનું કેમ ખાય ? મફતનું ખાવું તો હરામ કર્યું હતું. બબલો