પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

નથી. મારી ફોઈ બેહેનની કોઇ ખબર પુછતું નથી, એ શું લગ્નના ઢંગ છે કે ?"

ગોકુળરાયજીએ સૌને કહ્યું, “ભાઈઓ, તમે કોઈ વરરાજાની મજાક કરતા નહીં !” કેટલાક બ્રાહ્મણ છોકરા હોહો કરી ઉઠ્યા, તેઓને શાંત પાડીને પછી ગોકુળરાયજીએ કહ્યું, “આજે લગ્ન છે, તો વરરાજાને સૌ બનાવે, તેમાં ગુરસે શાના થાઓ છો ? તમે એમનું બોલવું સાંભળો છો શું કામ ?”

વિઘ્નસંતોષીરામ - પણ હું પહેરામણી વગર પરણીશ નહીં. મને મારી પઠ્ઠણના રૂ.૨૦૦ મળવાજ જોઇયે. શું મારૂ કુળ કંઇ નિચું છે કે હું વગર પહેરામણીએ પરણું ? દાયજો તો પ્રથમથી અહિંયાં મૂકો.

ગોકુળરાયજી - એમ કેમ બનશે ? તમોએ પ્રથમથીજ કહ્યું હતું કે હું પહેરામણી નહીં લઈશ; તો હવે એ કેમ બને ?

વિઘ્નસંતોષીરામ - મેં ક્યારે ના પાડી છે કે