પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦

પહેરામણી નહીં લઉ ? મને પુછ્યું છેજ કોણે ? વિગ્રહાનંદે વરરાજાને પ્રથમથીજ શિખવી મુક્યું હતું કે લગ્ન ટાંણે જો તમે દમબમ કસશો તેા કંઈ મળશે, તેથી વરરાજાએ આ તાલ કીધી.

ગેાકુળરાયજી – પણ વિઘ્નસંતોષીરામજી, તમો એ વિગ્રહાનંદને તો ખુલ્લું કહ્યું હતું કે હું દાયજા વિના પરણીશ, તે કેમ ભૂલી ગયા ? શું તમે કહ્યું નહોતું ? વિગ્રહાનંદ, કેમ કહ્યું હતુંને ?

વિગ્રહાનંદ - હાં-નહીં-એ તો-અરે-એમ નહીં. પણ ગોકુળરાયજી, કુલીન જમાઇને લગ્ન વખતે આપણી આબરૂ પ્રમાણે કંઇ આપવું તો જોઇયેજ ! કંઇપણ આપ્યા વગર કેમ ચાલે ?

ગોકુળરાયજી – એ તો આપનો જુલમ થયો ?

વિગ્રહાનંદ – તો રહેવા દો એ વાત, પછી સૌ થઈ રહેશે. હમણાં તો તમે મંગળ કાર્ય કરો. કન્યાની માતાને બોલાવો કે તોરણે તેડીને વરને પુંખે. રાયજી, હવે એ આપણા જમાઇ થયા, પાંચ પચાસમાં શી બીસાત બળી છે.

ગોકુળરાયજી - એ વાત નિરાળી છે. વિઘ્નસંતોષીરામને