પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

કન્યા પરણાવીએ પછી બીજી વાત, ને પછી સગાકુટુંબની વાત, તે વેળાએ સૌ અપાય લેવાય, હમણાં કેમ અપાય ?

રાયજીના આ બેાલવાનો શુધ્ધભાવ સમજાતો હતો કે હજુ કન્યા તો આપીયે, પછી જમાઈ ને સગપણની વાત થાય. આ મર્મની વાત સમજીને, વિગ્રહાનંદ ને વિદનસંતોષીરામ બંનેએ સાથેજ પુછ્યું: “ રાયજી, એમ બેાલવાનો મર્મ શો ?”

ગોકુળરાયજી - તમે કહ્યું કેની, કે જો પહેરામણીમાં બસો રૂપીઆ નહીં મળે તો લગ્ન જ કરવાં નથી; તેથી મેં આમ કહ્યું.

પણ ગેાકુળરાયજીની વાત સાંભળીને તે બંનેનું હૃદય કંપી ઊઠ્યું. વિઘ્નસંતોષીરામે વિચાર્યું કે રૂપીયા માગીને મુર્ખાઈ કીધી. પછી રાયજી ને બે ચાર માણસો ઘરની અંદરના ચોકમાં ગયા; ને વિઘ્નસંતોષીરામ વિચારમાં પડી ગયા કે રૂપીયા શું કામ માગ્યા, પણ એટલામાં ઘરના ચોકમાંથી વેદની ધ્વનીનો શબ્દ નિકળ્યો, ઢોલ તાસાં વાગ્યાં, ને 'ઢોળાઢમક્યાં ને વરવહુના હાથ