પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨

મળ્યા, એવા ગીતનો અવાજ આવ્યો. અને એટલામાં ગોકુળરાયજી ઘરમાંથી બહાર આવ્યા.

વિગ્રહાનંદે પુછ્યું, “શું લગ્નનનો વખત થયો ?”

રાયજી – એમ જણાય તો છે.

વિગ્રહાનંદ ટટ૫૫ ટટ૫૫ શબ્દથી પુછવા લાગ્યા ગયા, “એ બોલવાનો શો અર્થ ?”

ગોકુળરાયજીએ કહ્યું, “એનો અર્થ એજ કે લગ્ન તો થઇ ગયાં. હવે વળી એનો બીજો અર્થ શો પુછો છો ?" આટલું બોલીને સાજનીયા ગૃહસ્થોને મોટેથી કહ્યું, “ઉઠો ભૂદેવો, વરકન્યા મંગળ ફેરા ફરી રહ્યાં ને જમવાનો સમય થયો છે.”

આ વિવાહ મંડળમાં કેવા પ્રકારે કામ થનાર છે તે સાજનીયા તથા બીજા સર્વ સારી રીતે જાણતા હતા, ને કન્યાના ઘણા ખરા સગા પણ જાણતા હતા, એટલે કોઈ ચકિત થયું નહીં; માત્ર વિઘ્નસંતોષીરામ ને વિગ્રહાનંદજ અણજાણ હતા ને તેથી તેજ ચકિત થયા. સૌ ઉઠ્યા ત્યારે હસી હસીને વિઘ્નસંતોષીરામને હાથ જોડીને ઉઠતા હતા. ન્યાતિલા પણ જે હાજર હતા તેમાંનો ઘણો મોટો