પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪


એમ કહી ગોકુળરાયજી, વિગ્રહાનંદને પોતાની સાથે તેડીને ઘરની અંદર ગયા. તેની પાછળ વિઘ્નસંતોષીરામ પણ ઘસડાયા, ને ન્યાતવાળા પણ સઘળા ગયા. સમજુક ન્યાતવાળા ઘણા રાજી થયા હતા, પણ કેટલાક બુઢાઓ આ બનાવ જોઇને ઘણા દિલગીર થયા, છતાં વિઘ્નસંતોષીરામનું વય હવે પરણવા યોગ્ય નહોતું ને તે પરણવા આવ્યો તે માત્ર પૈસાને માટેજ આવ્યો હતો તેથી તેની આ ફજેતીથી તેઓને કંઇ ઝાઝું લાગ્યું નહીં. વળી અમદાવાદી વડોદરીયા ઔદિચોને પેટલાદી સાથે બનાવ નહોતો, ને પેટલાદી આપણા આવા સુંદર કન્યારત્નને લઇ જાય તેથી તેઓને ઈર્ષા પણ આવતી હતી; ને તે કારણથીજ ગોકુળરાયજીની કોઈ વિરૂદ્ધ થયું નહીં. વળી સવિતાને સુદરીનું જોડું જુગતેજુગતું હતું તેથી પણ સૌ વધારે રાજી થયા હતા.

ઘરમાં ગયા પછી રાયજીએ વરરાજાને કહ્યું, “આ તમારા સસરાજી છે, તેમને પગે લાગો.” સવિતાશંકર પગે પડ્યો એટલે વિગ્રહાનંદ ક્રોધથી