પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નેત્રનું ઐાષધ કરવાને માટે બહારગામથી આવીને ભાડાના ઘરમાં રહ્યા હતો. તેના બંને નેત્રને પડળ ફરી વળ્યા હતા, ને ઘણા ઘણા ડાક્તરોના ઉપાય કીધા પણ કંઈપણ ટીક્કી લાગી નહોતી. સવીતા, ગાયકવાડની કોલેજમાં અભ્યાસ કરતો હતો, તે નિરંતર બનેવીની ખબર લેવાને આવતો હતો. સવીતા ઔદિચસહસ્ત્ર હતો, તેની વિદ્યા પ્રાપ્તિ અને સ્વરૂપ સુંદરતા, તથા નમ્રતા જોઇને ગુણવંતગૌરીએ તેને પોતાનો જમાઇ કરવાનો દૃઢ ઠરાવ કીધો. સવીતા જાતે ઘણો શાણો હતો, બુધ્ધિશાળી હતો, પણ તેનું કુળ ન્યાત જ્યાતમાં માન્ય નહોતું તેથી તેનો અત્યાર સુધી વિવાહ થયો નહોતો.

જે જે ન્યાતોમાં કુળ શોધવામાં આવે છે તે બીજી બધી વાતમાં કશી પણ તપાસ કરતા નથી - રૂપ, ચાલ, ચાતુરી, વિદ્યા, દ્રવ્ય કશા પર લક્ષ દેવામાં આવતું નથી, માત્ર કુળ કુળવાન હોય ને તે જો અંધ હોય, દુરાચારી હોય, વિદ્યાહિન હોય, દ્રવ્યહિન હોય તો પણ તેને કન્યા આપવામાં