પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮


સ્ત્રીનો સહજ સ્વભાવિક ધર્મ છે કે પતિને પૂજવો ને તેની સેવા કરવી, ને પતિને કોઈપણ પ્રકારે શોકતપ્ત ન કરવો. ભાર્યા તેજ છે કે જે પતિ પ્રાણ છે, ભાર્યા તેજ છે કે જે ભર્ત્તાની આજ્ઞાનુસારણી છે, ને ભાર્યા તેજ છે કે જે પતિને ત્રણે કાળમાં સર્વ પ્રકારે સંતેાષાનંદ આપવાને ઉમંગી રહે છે.

મધુરિમા સ્વામિ સેવામાં સદાજ તત્પર રહેનારી સ્ત્રી છે, ને તે કદિપણ સ્વામિનું પ્રિય કરવામાં પાછળ પડતી નથી.

સવિતાના વિવાહ સંબંધી સર્વ વાત તે જાણતી હતી, પણ તે વાર્તા તેણે મંદિરાનંદને જણાવી નહીં, એટલા માટે તે ઘણી શોકાકુળ રહેતી હતી. જો કે તે સવિતાના વિવાહમાં ગઇ હતી પણ તેના મનમાં એવોજ વિચાર રમી રહ્યા હતા કે ક્યારેને ઘેર જાઉ ને સર્વ વાર્તાનું સ્પષ્ટીકરણ કરી સ્વામિને સંતોષ પમાડું.

લગ્ન ક્રીયા પૂરી થઇ ને તે તુરત ઘેર આવી. આવતાનેવાર ધસીધસી તે મંદિરાનંદના ઓરડામાં ગઈ શય્યાપર તે સુતો હતો, તેની પાસે