પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦


છું કે સુંદરી સાથે સવિતાશંકરનાં લગ્ન થયાં છે.

મંદિરાનંદ – એમ કેમ બને ? વિઘ્નસંતોષીરામ લગ્ન કરવામાં આવ્યો હતો તેના શા હાલ થયા ?

મધુરિમા - જેવા શિશુપાળના થયા હતા તેવા.

મંદિરાનંદ - જરાક સ્વસ્થાથી સર્વે વાર્તા જણાવો તો ઠીક.

મધુરિમા – વિઘ્નસતોષીરામને લઇને વિગ્રહાનંદ આવ્યા કે ગુણવંતગવરી તો તેને જોતાંજ છછણી પડી. વરરાજાના રૂપ ગુણ ચાતુરી ને વય જોઇને તેણે નિશ્ચય કીધો કે સુંદરીના લગ્ન તેની સાથે કરવાં નથી. આ વાત જાણતા વિગ્રહાનંદે બહુ તોફાન મચાવ્યું. તેઓએ અન્નાહારનો ત્યાગ કરી પ્રાણદાન દેવાનો વિચાર કરી કન્યાદાનમાં વિઘ્ન આણવા ધાર્યું. તે બારણા વચે લાંબા છટ થઈને સુતા, ને કહ્યું કે ગમે તેમ થાય, પણ મારા કુળને કારણે હું તો સુંદરીનાં