પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩


જયારે રાત્રીના તમારા નેત્રમાંથી અશ્રુધારા વહેતી હતી, ત્યારે તે વેળાએ મારા હૃદયમાંથી શેાણીતધારા વહી જતી હતી. તમારી સ્ત્રી થવાને તે શું, પણ તમારી દાસી થવાને પણ હું પાત્ર નથી, નાથ ”

પૂર્વાપેરેજ મધુરિમાનો હાથ, પૂર્ણ પ્રેમથી પકડીને મંદિરાનંદે કહ્યું, “તારો આ બાબતમાં કશો દોષ નથી. તને કસમ આપ્યા હતા તેથીજ તું સ્પષ્ટ કરી શકી નહીં, તેમાં તારો યત્કિંચિત પણ દોષ નથી; ને દાસીની વાર્તા સાંભળીને મેં તને કલંકી કીધી ને મારા મનમાં સંદેહ ઉત્પન્ન થયો એ મારો મોટો અપરાધ છે. તું મને ક્ષમા કર કે મેં તને સારી રીતે જાણ્યા છતાં, તારા પાતિવ્રત્યપર શક આણ્યો.” આટલું કહેતાંજ મંદિરાનંદે મધુરિમાનો હાથ પકડી, કંઠની આસપાસ, જેમ વૃક્ષની આસપાસ લતા ફરી વળે તેમ ભેરવ્યો ને પ્રેમાશ્રુનો ઠંડો પ્રવાહ વરસાવી અન્યોઅન્ય નાહી વળ્યાં.

એટલામાં સવિતા ને સુંદરી આવી પહોચ્યાં