પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪


બંનેએ જઈને મંદિરાનંદને પ્રણામ કીધા, મંદિરાનંદે કહ્યું, “સવિતાશંકર, તું પૂર્ણ ઐશ્વર્યશાળી થા; ને તારી બહેનનો મેં જે અજાણતાં અપરાધ કીધો છે તે ક્ષમા કર.” સવિતાશંકરે કહ્યું, “મુરબીજી, હું આપનો બાળ છું, ને એ વાત શી કહો છો ?” પછી સર્વે આનંદ કરતા ત્યાં બેઠા. મધુરિમાએ પ્રભાતમાં સાકર વહેંચી ને કંસાર કરી આનંદ વર્તાવ્યો.


પ્રકરણ છેલ્લુ.
ઉપસંહાર.
[૧]अकिञ्चिदपि कुर्वाणः सौरव्यैर्दुःखान्यवोहति ।

तत्तस्य किमपिद्रव्यं यो हिस्यप्रियोजनः ॥

ઉત્તરરામચરિત.

આજે સવિતા અને સુંદરીનાં લગ્ન થયાને ત્રણ વરસ વીતિ ગયાં છે; ને ગુણવંતગવરી


  1. * જો કે જે કાંઇ પણ કરતી નથી, પણ સુખોની વાતેાથી દુ:ખોને ભૂલાવી દે છે, તે તેનું કાંઈ દ્રવ્ય છે, કે જે જેને પ્રિય છે.