પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

સૌભાગ્ય ભોગવતી, પણ મહાકષ્ટમાં રહીને પણ પતિનું કલ્યાણ ઇચ્છતી સર્વ પ્રકારે દુઃખમાં દહાડા ગાળે છે.

લગ્નને બીજે દિવસે વિગ્રહાનંદે ગાયકવાડી કચેરીમાં ફરીયાદ માંડી ને સવીતાને સપડાવવાનો ઘણો પ્રયત્ન કીધો હતો, પણ તેમાં તે કોઈપણ રીતે ફાવ્યો નહીં. નકામા ભિક્ષા માંગીને પાંચ દશ રૂપીઆ એકઠા કીધા હતા તે તણાઇ ગયા.

અને વિઘ્નસંતોષીરામે પોલીસમાં ફરીયાદ માંડી હતી કે ગોકુળરાયજીએ મારા દાગીના લુટી લીધા, પણ તેનું તદન તૂટ હતું તેથી તે જેવો ફરીયાદ કરવા ગયો હતો તેવોજ પાછો ફર્યો. પણ ઘેર ગયા પછી વળી એક બીજો આંધળો ને હૈયાફુટો ઐોદિચ મળી આવ્યો, તેણે પોતાની તેર વરસની કુમારી પુત્રીનાં લગ્ન કીધાં, લગ્નને છ માસ વિત્યા નહીં તેટલામાં વિઘ્નસંતોષીરામ, ખાવાના સાંસા પડ્યાને લીધે ને ત્રણ નકોરડા ખેંચી કાઢવાથી માંદો પડ્યો. ક્ષુધાપીડિત હોવાથી જ્વર લાગુ પડ્યો. તે કેટલાક દિવસ સુધી ખાટલા વશ રહ્યો.