પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬

પૈસા ન હોવાથી ઐાષધ ઉપચાર પણ ન થાય, ને તેથી તે રાતમાં એકાએક મરણ પામ્યો, ને ૧૨ સ્ત્રીઓને સામટો રંડાપો આપી પોતાના ન્યાયકર્તા પાસે ન્યાય લેવાને સિધાવ્યો.

સવીતાશંકર ને સુંદરી પૂર્ણ સુખી હતાં પેહેલે વરસે તે સવીતા પરિક્ષામાં નાપાસ થયો. આ વેળાએ તેને ઘણો સંતાપ થયો, પણ સુંદરીએ તેના મનનું એવી તો ઉત્તમ રીતે સમાધાન કીધું કે તેના હૃદયના પૂર્ણ હુલ્લાસ સાથે તે સર્વે દુઃખ વિસરી ગયો ને તે બોલ્યો, “જેને સદ્ગુણી સ્ત્રી મળે છે તેને અમુલ્ય રત્નો પણ કુછ બિસાતમાં નથી.” બીજે વરસે તેણે પરિક્ષા પસાર કીધી, તે પોતાના સુશીલ સ્વભાવથી ગાયકવાડીમાંજ ઘણી સારી નોકરી મેળવી શક્યો છે.

સંધ્યાકાળનો સમય છે. સુંદરી ને સવીતા બંનો કામાટીબાગમાં ફરે છે. ફરતાં ફરતાં આરસના મંડપ આગળ બંનો આવી પહોંચ્યાં. પક્ષીઓનો ચોતરફથી આવતો મધુરો કીહૂં કીંહૂં ને ટીંહૂં ટીંહૂં,