પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવે છે. કુલીનના કશાયે દોષ જોવામાં આવતા નથી. જેને ન્યાતે અકુલીન માન્યા હોય તે સર્વ ગુણ સંપન્ન હોય તો પણ તેને કન્યા મળતાં વિલંબ લાગે છે. જેમ તેને કન્યા મળતી નથી તેમ તેના ત્યાંની કન્યા કોઈ લેતું પણ નથી.

સવીતાના કુલીનપણામાં કશી ખાંમી નહોતી, પણ તેના વડવાઓની સાતમી આઠમી પેઢીએ કોઈકને ગાયકવાડ સરકારના નાણા ઉચાપત કરવાના આરોપ માટે શિક્ષા થઇ હતી ને તેથી તેનું કુલીનપણું નિંદિત થયું હતું.

ગુણવંતગૌરીને કુળને માટે જરાપણ સદ્ભાવ નહોતો. તેના પિતાએ તેનો વિવાહ ન્યાત્યાચાર પ્રમાણે કુલીનને ત્યાં કીધો હતો, પણ તે બાપડીને સાસરામાં સાસુ સસરા તરફનું કે સ્વામિ તરફનું યત્કિંચિત પણ સુખ મળ્યું નથી. તે પોતાના પિતાને ત્યાં રહીનેજ કાળ નિર્ગમન કરતી હતી. તેની બાલ્યાવસ્થાનો કાળ તો મહા કષ્ટે નિકળ્યો હતો. તેના ધણીએ એક બે ત્રણ ને ચાર સ્ત્રી કીધી હતી, તેમાં એક શિવાય બાકીની