પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

તેમાં ચલ્લીઓની ચીચી ને કાગડાઓનો વચેવચે સંભળાતો કા કાનો સ્વર, તેમાં આવતો વળી મંદમંદ પવન, નિર્મળ આકાશ, ડોલી રહેલી લતાઓ ને ઝુકી રહેતાં વૃક્ષો, કોઇ કોઇ સ્થળેથી આવતો સુગંધી સમીર, દૂરથી સંભળાતો ગાડીનો ગડગડાટ ને અશ્વનો હણહણાટ, ફાંકડાએાનું ફરતાં ફરતાં મરાતુ તાન, અને ચોમેર જણાતો લીલોતરીનો બહાર, સર્વેને એટલો બધો શોભાયમાન લાગતો હતો કે તે દંપતી આ લીલામાંજ એકતાર થઈ ગયાં, ને તે આરસની બંગલીમાં જઇને મૂંગાં મૂંગાં બેઠાં. સૃષ્ટિલીલા જોતાં બંનોનાં નેત્રતૃપ્તિ થતાં નહોતાં, તેવામાં પૂર્વ તરફથી ધીમેધીમે પ્રકાશ કરતો વટસાવત્રિ પૂર્ણિમાનો ચંદ્રપ્રકાશ જણાયો, કે દંપતીના પ્રેમાળ હૃદયનો પૂર્ણ પ્રેમ પ્રકાશ્યો. એકએકને અડીને સાથે બેઠાં છે, એક એકના મધુરા મુખનું પાન કરે છે, તેવામાં સવીતા મંજુળ સ્વરે બોલ્યો; “ સુંદરી, તારૂ પ્રફુલ્લીત મુખ કમળ જોતાં મને જનકલલીની પ્રેમ પ્રભાનું ગુમાન આવે છે, વનવાસમાં તે નવ