પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮

યૌવના, પ્રેમ મૂરતિ, રાજકુંવરી, સતી સાધવી શશીમુખી સીતા, રામને કંઈ પાણી આપીને, કે પગ ચંપી કરીને, કે ગાન કરીને, કે રસોઇ કરી નિત્ય નિત્ય નવ નવાં ભોજન જમાડીને, કે પ્રેમ વાર્તા કરીને, કે વનલીલા નિરખવા નિકળતાં સાથે જઇને, કે રામના પરાક્રમનાં વખાણ કરીને કે પિતૃઆજ્ઞા પાળી તેને માટે સ્તુતિ કરીને, કે લુગડાં લત્તાની, કે રાજવૈભવની, કે પુત્રને પરણાવ્યા નહીં તેની, કે રાજપાટ ગયા તેની, કે કેકૈયીના અધર્માચરણની, કે લક્ષ્મણના બંધુ ભાવની, કે પોતે તે સંગે, સર્વે સુખવૈભવ વિસારી, સગા કુટુંબને છોડી આવી તેની વાર્તા કરીને સુખ આપતી નહોતી, પણ સુખાનંદનીજ, નિત્ય નિત્ય નૂતન નૂતન વાર્તાઓ કરીને, તેના મનને ઉદ્વેગ થતો તો સુખ વ્યાપે તેમ પ્રબોધીને આનંદ ઉપજાવતી હતી, ને તેના મનના સર્વે સંતાપોને ક્ષણમાત્રમાં ભૂલાવી દેતી હતી; એ તેનો પત્નિધર્મ મને અત્યાનંદ આપે છે; તેમજ તારી પ્રેમાળ સદ્વૃતિ સદ્બોધ, મને મારા સર્વે