પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

દુ:ખો ક્ષણમાં ભૂલાવી દે છે, એ મારૂં અહોભાગ્ય હું સમજુ છું. સુંદરી, જો પ્રભુ કૃપાએ તારા સુંદર સરોજસમાન સુખમય શોભા સ્વરૂપ સલુણા મુખડાને મનમાનતો મોહ વધારનાર, ચિત્તચોરનાર લાભ મને મળ્યો નહોત તો મારી અવસ્થા શી થાત ? બેશક, હું વિદ્યાથી ભ્રષ્ટ થાત, ને સંસારમાં તો એકલવાયો થઇ લુટાતજ. કાં તો મારી જીંદગી એકલવાઇ જાત, નહિ તો હું સદાનેજ પરલોકમાં વાસ કરત.”

“પણ ત્યારે સ્વામિનાથ ! ” સુંદરી બોલી “આપણા બ્રાહ્મણેમાં આવો દુ:ખદાયી રીવાજ કેમ પડ્યો હશે કે માતાપિતા પોતાનાં સંતાનના સુખ માટે તલમાત્ર પણ તમા રાખતાં નથી ?”

“કારણ બીજુ કંઈજ નહી પણ વિદ્યાહિનપણું;” સવિતાએ કહ્યું, “ જે કુટુંબો વિદ્યાથી કમભાગ્ય છે, તેઓ દિકરા દિકરીનાં લગ્ન કેમ કરવાં, તેઓ સુખ કેમ પામે, તેમનો સંસાર કેમ યશસ્વી નિવડે તેને માટે વિચારજ