પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦

કરતાં નથી. તેઓના મનમાં તો એમજ છે કે ગમે તેમ ગળે ઝોતરૂં ભેરવ્યું કે બસ કૃતકૃત્ય થયા. તેમાં આપણા બ્રાહ્મણ વર્ગમાં તો એટલું બધું નિષ્ઠુરપણું વ્યાપી રહ્યું છે કે તેઓ કુળના ખોટા કુતર્કમાં તલ્લીન થઇને પોતાની પુત્રીનું લગ્ન હીત કે અહીત ક્યાં સમાયલું છે તેનો માત્ર યદ્‌વાત્‌દવા બકવામાંજ વિચાર સમાવી રાખે છે ? કુળ તે શું ? એ વંશપરંપરાનો વાર્સો છે. પણ જેમ કોઇને બાપદાદાના લાખો રૂપીયા મળ્યા પછી પાસે ખાવાને ખાખ પણ હોતી નથી, તે છતાં તે જેટલી પતરાજી રાખે છે તેટલીજ, આ કુળવાનના વારસાની પતરાજી સમજવી જોઇયે. કુળ, વંશપરંપરાનો વારસો નજ ગણાવો જોઈયે; કેમકે મૂળ પુરૂષો તો પોતાના સત્કર્મને યોગે કુળસંપત્તિ સંપાદન કરેલી છે, પણ પાછળના તો માત્ર ફોકટમાંજ ફુલણજી બને છે. તેઓ પાસે નથી ગુણ, નથી રૂપ, નથી સત્શાસ્ત્રજ્ઞાન, નથી વિદ્યા, કે નથી કોઇ બીજો પદાર્થ, તો પછી તેઓનું ગુમાન કેમ મિથ્યાભિમાન જેવું