પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨

તે પરમ્ઉદ્ધારક પ્રભુનું સ્તવન કરીએ કે આપણા આર્ય અનાર્ય થતા અટકે, ને પોતાના સંતાનનાં સુખદુ:ખ યથાર્થ સમજે - ને જાણે કે કુળ એ મિથ્યા બડાઈ છે, ને ગુણ સતત સત્ય છે.

(પદ)

જયજય ભકત્તવચ્છળ ભગવાન,–ટેક.

નિજ જનનું નિત રક્ષણ કરતા,
સહજહિ કૃપાનિધાન;
અધમ ઉદ્ધારક ભક્તજન તારક,
વિસ્તારક જશ ગાન.-જયજય.
કરૂણામય કેશવ સુખદાતા,
જગના જીવણ પ્રાણ;
સુંદર શ્યામ મનેાહર મૂરતિ,
મમલોચનના ભાણ.-જયજય,
અગણિત ગુણ ગણ ગણ્યા ન જાયે,
નથી કો તુજ સમાન;
પ્રફુલ્લીત રૂપરાશી જગવલ્લભ,
મુકાવી દે અજ્ઞાન;-જયજય,
સહજ દીનહિતકારી નામે,
પવિત્ર થાએ કાન;
અહરનિશ હૃદયામાં રાખું,
મધુ મુરતિમાં માન ને ગુલતાન.-જયજય.