પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩


“અને મારે કહેવું જોઈએ કે તે માતા નથી કે જે સંતાનને સદુપદેશ દેતી નથી, તે પિતા નથી કે જે સંતાનના કલ્યાણ માટે વિચારતો નથી.”

“આ તે હું કહું છું કે તેજ માતા છે કે જે સંતાનને નીતિનો સર્વોત્તમ ઉપદેશ સદાસર્વદા આપે છે, અને તેજ પિતા છે કે જે સંતાનના શ્રીયશસુખ માટે પૂર્ણ કાળજી રાખે છે, તેવાં માતાપિતાનું પરમાત્મા ઇહલોક ને પરલોક સર્વ સ્થળે સદા કલ્યાણ કરે છે.” આમ બોલતાં દંપતી પ્રફુલ્લિત હૃદયે ઘર તરફ સિધાર્યાં.સમાપ્ત.