પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

ત્રણે પોતાના પિતાનેજ ત્યાં નિર્વાહ કરતી હતી. જ્યારે જ્યારે તેઓમાંથી કોઇ સ્વામિને ત્યાં જતી હતી ત્યારે ત્યારે તે પિતાને ત્યાંથી સુ૫ડાથી તે ટોપલા સુધી સર્વે લઇ જતી; તેા પણ કોઇ જાતનું સુખ મળતું નહોતું.

આ સર્વે ભવ વિટંબણાનો પાકો અનુભવ મળ્યા પછી ગુણવંતગૌરી પોતાની શ્હાણી પુત્રીનો વિવાહ કુલીન મૂર્ખ કરતાં અકુલીન સજ્જન ને વિદ્વાન સાથે કરવાને બહુ ઉત્સુક્ત હતી.

સવીતાની સજ્જનતા ને વિદ્વતા નિહાળી, તેનું ચાતુર્ય જોઇને ગુણવંતગૌરીએ નક્કી કીધું કે આ જમાઇ મળે તો ઘણું યોગ્ય; અને તેથી આ વાર્તા તેણે પોતાના ભાઇને કીધી. તેના ભાઇનું નામ ગોકુળરાય હતું. ગોકુળરાયજીને ભગિનીની વાર્તા પસંદ પડી; ને તેણે સવિતાના કુળની તપાસ કીધી, તો તેનું કુળ વિગ્રહાનંદના કુળ કરતાં નિચું જણાયું. આ વાત જાણતાંજ તેનો આનંદ દુ:ખરૂપ થઇ ગયો; કેમકે પસંદ કરેલો જમાઇ વિદ્યા, રૂપ, ચાતુરી, બુદ્ધિ સર્વમાં શ્રેષ્ઠ છે, પણ દુ:ખરૂ૫ એ છે